(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: સાળંગપુરની પાવન ધરતી પર બિરાજમાન શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના 175 વર્ષ પૂર્ણ થયા તેનો ભવ્ય શતામૃત ઉત્સવ ઉજવણી નિમિતે તારીખ 01/11/2023 ના રોજ શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથ સાંજે 5:30 કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજીની આગેવાની હેઠળ સંસ્થાની પાવન ભૂમિને ભક્તિમય બનાવશે. જેનો દરેક ભક્તો લાભ લઈ શકશે. સાંજે 7:00 કલાકે સુંદરકાંડનો પાઠ કરવામાં આવશે. તારીખ 02/11/2023 ના રોજ સવારે 8 કલાકે છપ્પન ભોગ સાથે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સવારે 9 કલાકે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથ શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ સલવાવથી સમર્પણ જ્ઞાન સ્કુલ સલવાવ પહોચશે. 9:30 કલાકે સારસ્વત સ્કુલ, 10:00 વાગ્યે રામલીલા મેદાન, 11:00 વાગ્યે હિમ્મતસિંહ પાર્ક, 11:30 વાગ્યે ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલ, બપોરે 3:00 વાગ્યે કેબીએસ કોલેજ, 4:00 વાગ્યે ઈચ્છાપૂર્તિ હનુમાન દાદા મંદિર ચણોદ ખાતે પધરામણી કરી 5:00 વાગ્યેસાળંગપુર જવા માટે રવાના થશે તો આપશ્રી જાહેર જનતાને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે આ લાભ લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.