October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

એક અઠવાડિયાથી લોકો દિપડાના ડરને લઈ દિવસે પણ વાડી ખેતર જતા ડરી રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09
વલસાડ નજીક આવેલઘડોઈ વિસ્‍તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વારંવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનું વાતાવરણ ફેલાઈ ચૂક્‍યું હતું. ગામ લોકો ખેતર વાડીમાં દિવસે પણ જતા ડરી રહ્યા હતા. વનવિભાગ ચાર-પાંચ દિવસથી દિપડાને પકડવા માટે મહેનત પણ કરી રહ્યા હતા. અંતે આજે સવારે દિપડો પાંજરે પુરાતા ગામવાસીઓએ રાહતનો દમ લીધો હતો.
વલસાડના ઘડાઈ ગામમાં પાછલા સાત-આઠ દિવસથી વારંવાર દિપડો દેખાતો રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા ગામના છેવાડે એક બકરાનું મારણ કર્યુ હતું. દિપડા અંગે ગ્રામજનોએ વન વિભાગને પણ જાણ કરી હતી. તેથી સજાગ બનેલ વનવિભાગ પણ ત્રણ-ચાર દિવસથી દિપડાને પકડવા મહેનત કરી રહ્યા હતા. અંતે સુરેશભાઈ પટેલની વાડીમાં રાખવામાં આવેલ પાંજરામાં અંતે આજે સવારે કેદ થઈ ચૂક્‍યો હતો. આ સમાચારથી લોકોએ રાહત અનુભવી હતી. ગ્રામવાસીઓ દિપડાને જોવા પણ દોડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, વલસાડ વિસ્‍તારમાં વારંવાર દિપડાની એન્‍ટ્રી જોવા મળી હતી. તે પણ ચિંતાનો વિષય લોકો અને વનવિભાગ માટે બની રહ્યો છે.

Related posts

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્‍બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપર

vartmanpravah

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

વાપી બજારમાં આવેલ નોવેલ્‍ટી સ્‍ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયો

vartmanpravah

Leave a Comment