April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

130 મહિલાઓને આઈઈસી કિટનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત તા.22 મેના રોજ વાપીના મોરાઈ ખાતે વેલસ્‍પન ઈન્‍ડિયા પ્રા.લિ. કંપનીમાં કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારમાં વલસાડ-સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કેન્‍દ્ર સંચાલક ગીરીબાળાબેન દ્વારા કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-2013 અને મહિલાઓને થતી જાતીય સતામણીની ફરિયાદ કયાં કરવી તેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે ‘‘સખી” વન સ્‍ટોપ સેન્‍ટરની કામગીરીવિશે પણ માહિતી આપવામાં આવી હતી. વલસાડ એડવોકેટ શોભનાબેન દાસ દ્વારા મહિલા લક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. વલસાડ મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ દ્વારા સંબંધિત કાયદાની તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરી અંગે વિગતવાર માહિતી વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ દરેક મહિલાઓ પાસે ‘સંકટ સખી એપ’ ઈન્‍સ્‍ટોલ કરાવવામાં આવી હતી જેથી સંકટ સમયે તરત જ જાણકારી મળી શકે. સેમિનારમાં 130 મહિલાઓને આઈઈસી કિટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે વેલસ્‍પન ઈન્‍ડિયા પ્રા.લિ. દ્વારા સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્‍યો હતો.
આ સેમિનારમાં વેલસ્‍પન ઈન્‍ડિયા પ્રા.લિ.ના એચઆર હેડ શ્રી બ્રિજેશકુમાર શર્મા, લાયઝનિંગ હેડ જમશેદ પંથકી મેનેજર અવનીબેન શ્રીવાસ્‍તવ, પ્રિસાઈડીંગ ઓફિસર હર્ષિકાબેન પરબ, વેલસ્‍પન ઈન્‍ડિયા પ્રા.લિ.ના કર્મચારીઓ અને ડિસ્‍ટ્રિક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વુમન યોજનાના કર્મચારીઓ જિગ્નેશભાઈ, જિગ્નિશાબેન, તુષારભાઈ, પીબીએસી કાઉન્‍સેલર નેહાબેન, 181 અભયમ મહિલા હેલ્‍પલાઈનના કાઉન્‍સેલર કંચનબેન અને વિવિધ મહિલાલક્ષી કેન્‍દ્ર-વાપી, તેમજ અન્‍ય કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

vartmanpravah

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

vartmanpravah

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, દાનહમાં એકપણ નહી

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

Leave a Comment