Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કલેકટર સલોની રાયની દમણ બદલી થતા ભાજપ પરિવારે પાઠવેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દીવ, તા.15
દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ બિપીનભાઈ શાહનાં નેતળત્‍વ હેઠળ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયની દમણ બદલી થતાં આજરોજ દીવ જિલ્લા ભાજપ પરિવારે દીવ કલેક્‍ટરાયલ ખાતે શ્રીમતી સલોની રાયને મળી પ્રશાસન દ્વારા સોંપવામાં આવેલી નવી જવાબદારી માટે શુભકામના પાઠવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવ જીલ્લાનાં કલેકટર તરીકે અઢી વર્ષ જેટલો સમય સરકારી સેવામાં રહ્યા બાદ શ્રીમતી સલોની રાયની દમણ ખાતે બદલી થતાં દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ શ્રી બિપીનભાઈ એલ. શાહનાં નેતળત્‍વ હેઠળ દીવ જિલ્લા ભાજપ પરીવારે દીવ સમાહર્તાલયે જઈ શ્રીમતી સલોની રાયને પુષ્‍પગુચ્‍છ અને સ્‍મળતિચિન્‍હ આપી દીવ જિલ્લામાં તેમના દ્વારા કરાયેલા ઉલ્લેખનીય કાર્યો માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો. સાથે સાથે દમણ સચિવાલયમાં તેમને મળેલી નવી જવાબદારીઓ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

વલસાડના સરદાર પટેલ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા દમણના સરલ પ્રજાપતિએ જમ્‍મુકાશ્‍મીરની ટીમ સામે કરેલું ભવ્‍ય પ્રદર્શનઃ ગુજરાતનો 8 વિકેટથી વિજય

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment