April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા મુખ્‍ય કાર્યકારી અધિકારીની અધ્‍યક્ષતામાં સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021 ના સંદર્ભમાં બેઠક યોજાઈ

આજથી દમણમાં સર્વેક્ષણ ટીમ દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021ની શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15

દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રીની અધ્‍યક્ષતામાં, આજે15.02.2022 ના રોજ, દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચો; બ્‍લોક વિકાસ અધિકારી, દમણ; બાળ વિકાસ પ્રોજેક્‍ટ ઓફિસર; તમામ ગ્રામ પંચાયતોના સચિવ, એનઆરએલએમના કર્મચારીઓ સાથે સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021 ના સંદર્ભમાં બેઠક યોજવામાં આવી હતી.
સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021અભિયાન એ જલ શક્‍તિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવતું વાર્ષિક સર્વેક્ષણ છે, જેમાં ભારતના રાજ્‍યો/કેન્‍દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓનું મૂલ્‍યાંકન કરવામાં આવે છે અને સ્‍વચ્‍છતા ધોરણોના આધારે રેન્‍કિંગ કરવામાં આવે છે.
બેઠકમાં તમામ સરપંચો અને અધિકારીઓને આ અભિયાન હેઠળ પોતપોતાની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેઓને આ સર્વે દરમિયાન તટસ્‍થ અને ન્‍યાયી મૂલ્‍યાંકન માટે પંચાયતના સભ્‍યો અને સામાન્‍ય જનતાને જાગળત કરવા જણાવવામાં આવ્‍યુ હતું. તેમજ સર્વે દરમિયાન સર્વેક્ષણ ટીમને પોતાનો સહયોગ આપવા માટે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત તમામ સહભાગી સભ્‍યોને જાણ કરવામાં આવી હતી કે સર્વેક્ષણ ટીમ 16.02.2022થી દમણ જિલ્લાની મુલાકાત લેવાનું શરૂ કરશે.

Related posts

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણ શહેર વિસ્‍તારમાં ડોર ટુ ડોર કરેલો ચૂંટણી પ્રચાર

vartmanpravah

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

Leave a Comment