તંત્ર દ્વારા ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક સરપંચ ઉષાબેન પટેલને એનાયત કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.28: ચીખલી તાલુકાના ફડવેલની એચડીએસવી સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાયેલ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મામલતદાર અર્જુનભાઇ વસાવાના હસ્તે તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ કેળવણી મંડળના પ્રમુખ આનંદભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી કાનજીભાઈ, સરપંચ ઉષાબેન પટેલ, તાલુકા સભ્ય મહેશભાઈ, પૂર્વ સરપંચ હરીશભાઈ, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ સહિતની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમ્યાન મહાનુભાવો દ્વારા દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશમાં દરેક ક્ષેત્રેમાં થઈ રહેલા વિકાસની ઝાંખી કરાવી હતી. પોલીસ પરેડ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, ગરબો, આદિવાસી નૃત્ય સહિતની કળતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. કળતિઓને રોકડ ઈનામો પણ આપવામાં આવ્યા હતા. આ દરમ્યાન સીઆરપીએફના નિવૃત જવાન રાજુભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ગામના વિકાસ માટે તંત્ર દ્વારા સરપંચ ઉષાબેન પટેલને પાંચ લાખ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ચીખલી તાલુકાના ઘેજ ગામે આર.યુ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈના હસ્તે સંસ્થાના પ્રમુખ મોહનભાઇ, આચાર્ય પ્રદીપભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ સહિતની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું હતું. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે નાટક રજૂ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું મહત્વ ઉપસ્થિતોને સમજાવ્યું હતું. ચીખલીમાં તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત સહિતની સરકારી કચેરીઓ ઉપરાંત ગામે ગામ પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલોમાં અનેકવિધ સાંસ્કળતિક કાર્યક્રમોના સથવારે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.