April 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ દ્વારા દમણ :એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારવાના ગુનામાં વાપીના નૃપાલી બળવંતરાય શાહને 1 વર્ષની કેદ અને રૂા.10હજારના દંડની સંભળાવેલી સજા

  • નાની દમણના સી.પી.શાહ પેટ્રોલ પંપ પાસે ચાલી રહેલા ડિમોલીશનના કામમાં અવરોધ પેદા કરી થાપટ મારવાના ગુનામાં સંભળાવેલી સજા

  • સંઘપ્રદેશમાં સરકારી કામોમાં અવરોધ પેદા કરનારાઓ માટે આંખ ઉઘાડનારો ચૂકાદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સી.પી.શાહ પેટ્રોલપંપની પાસે મેઈન રોડ દમણ ખાતે ચાલી રહેલી ડિમોલીશનની કામગીરીમાં અવરોધ પેદા કરી ફરજ ઉપરના એકિઝક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારવાની ઘટનામાં આરોપી મહિલાને દમણના માનનીય ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રી જે.જે.ઈનામદારે એક વર્ષની સજા અને રૂા.10 હજારનો દંડનો આદેશ કરતા સરકારી કામગીરીમાં અવરોધ પેદા કરનારાઓ માટે આંખ ઉઘાડનારો ચૂકાદો આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 8મી માર્ચ, ર019ના રોજ સી.પી.શાહ પેટ્રોલપંપની પાસે મેઈન રોડ નાની દમણ ખાતે એકિઝક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટની ઉપસ્‍થિતિમાં ડિમોલીશનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ગુજરાત વાપીની નવકાર સોસાયટીમાં રહેતી 43 વર્ષની નૃપાલી બળવંતરાય શાહ નામની મહિલા એક્‍ઝિકયુટીવ મેજીસ્‍ટ્રેટની સામેધસી આવી ડિમોલીશનની કાર્યવાહીમાં અવરોધ ઉત્‍પન્ન કર્યો હતો. એક્‍ઝિકયુટીવ મેજીસ્‍ટ્રેટ અને પોલીસ સ્‍ટાફે સમજાવવા છતાં ઉક્‍ત મહિલાએ એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારી હતી.
મહિલાએ એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને મારેલી થાપટ અને સરકારી કામગીરીમાં બાધા ઉત્‍પન્ન કરવા બદલ દમણ પોલીસે આઈપીસીની 146 અને 353 કલમ અંતર્ગત ગુનો નોંધી આરોપી મહિલા નૃપાલી બળવંત શાહની 11મી મે, 2019ના રોજ ધરપકડ કરી હતી અને તેમને તેજ દિવસે જમાનત ઉપર છોડવામાં આવ્‍યા હતા.
આ ઘટનાની તપાસ દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ્‍ટેબલ શ્રી કેતન દમણિયાએ કરી 3જી જૂન, 2019ના રોજ ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ ગુનામાં આજે પબ્‍લીક પ્રોસીક્‍યુટર શ્રી દેશપાંડેની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રી જે.જે.ઈનામદારે આરોપી મહિલા નૃપાલી બળવંતરાય શાહ (ઉ.વ.43)ને 1 વર્ષની સજા અને સાથે રૂા.10 હજારના દંડનો આદેશ કર્યો છે.

Related posts

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ કરાયો

vartmanpravah

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લાના કસ્‍બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂા.110 કરોડના ખર્ચે પૂર્ણા ટાઈડલ રેગ્‍યુલેટર ડેમ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

vartmanpravah

ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલે ચીખલી હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી 

vartmanpravah

Leave a Comment