June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

  • દાનહના એસ.પી. રાજેન્‍દ્ર મીણા, સી.ઈ.ઓ. અપૂર્વ શર્મા અને એસડીપીઓની રહેલી ઉપસ્‍થિતિ

  • જાહેર સભાને સફળબનાવવા સરપંચ ધર્મેશભાઈ પટેલ, સામાજિક આગેવાન અને નેતા યોગેશસિંહ સોલંકી અને આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ જુલી સોલંકીએ ઉઠાવેલી ભારે જહેમત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 04: ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે આજે નરોલી ગ્રામ પંચાયતના પટાંગણમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાદરા નગર હવેલીના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ શ્રી રાજેન્‍દ્ર મીણા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે એસ.ડી.પી.ઓ. અને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્‍યામાં મહિલાઓ અને પુરૂષો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની બાબતમાં ખુબ જ વિસ્‍તૃત સમજ આપવામાં આવી હતી અને દરેક ગામવાસીઓ પોતાના ઘરે રાષ્‍ટ્ર ધ્‍વજ લગાવે તે માટે પ્રેરિત પણ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, નરોલી ગામના સમાજ સેવક અને નેતા શ્રી યોગેશસિંહ સોલંકી, આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકીએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું.

Related posts

આજથી ત્રણ દિવસ માટે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે

vartmanpravah

કપરાડાના કાકડકોપરમાં કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણ કરાઈ

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

Leave a Comment