Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

લાંચમાં એસીબીની ટ્રેપમાં ઝડપાયેલા વલસાડના મહિલા પી.એસ.આઈ. યેશા પટેલની રેગ્‍યુલર જામીન અરજી નામંજુર

ચાર માસથી વોન્‍ટેડ રહેલ યેશા પટેલ એસીબીની કચેરીમાં હાજર થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18

વલસાડ પોલીસ બેડામાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા યેશા પટેલ ગત તા. 17 નવેમ્‍બરના રોજ એ.સી.બી. હાથે 1.પ0 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ચાર માસ ફરારરહ્યા બાદ એ.સી.બી.કચેરીમાં હાજર થતા જેલમાં યેશા પટેલની મોકલી અપાયા હતા. વલસાડ સેસન્‍સ કોર્ટે આજરોજ શુક્રવારે તેમની જામીન અરજી નામંજુર કરી હતી.
મહિલા પી.એસ.આઈ. યેશા પટેલ ગત તા. 17 નવેમ્‍બરના રોજ વલસાડ મામલતદાર કચેરીમાં તેમનો વકીલ ભરત યાદવ 1.પ0 લાખની લાંચ લેતા એ.સી.બી. ટ્રેપ કરી ઝડપી પાડયો હતો. સેલવાસ વાઈન શોપ સંચાલકના દિકરાને હેરાન નહી કરવા માટે પી.એસ.આઈ યેશા પટેલે 4 લાખની ખંડણી કરી હતી. તે પૈકી 1.પ0 લાખ લેવા માટે તેમનો વકીલ મામલતદાર કચેરીએ પહોંચ્‍યો હતો. ત્‍યારે એ.સી.બી. ટ્રેપ કરી ઝડપી પાડયો હતો. ઘટના બાદ પી.એસ.આઈ. યેશા જયેશકુમાર પટેલ ફરાર થઈ ગયા હતા. ચાર માસ બાદ એસીબીમાં હાજર થતા જેલમાં મોકલી આપવામાં આવ્‍યા છે. જેલમાંથી તેમણે કરેલ જામીન અરજી કોર્ટેે આજે નામંજુર કરી હતી.

Related posts

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્‍ડ લાઈફના સભ્‍યો દ્વારા ઉગારી લેવાયા

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે મળેલી રાત્રિ ચૌપાલ

vartmanpravah

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment