Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

  • પોલીસ વિભાગની ટીમના પ્રયાસથી બે આરોપીઓ એલ્‍બીન સીબી અને મુહમ્‍મદ અનસ બન્ને રહેવાસી કેરળ જેઓ રેકેટ ચલાવતા હતા, ગુરુવારના રોજ ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા અપાયેલ પોલીસ કસ્‍ટડી

  • સાઈબર છેતરપીંડીના વધી રહેલા કેસોને ધ્‍યાને લઈ તેને રોકવા દાનહ અને દમણ-દીવના આઇજી, એસપીના માર્ગદર્શનમાં એસડીપીઓના દેખરેખમાં પીઆઇ, પીએસઆઇ સહિતની ટીમ ફરજી વેબસાઇટો અને મોબાઈલ એપ્‍લિકેશનવિવરણનું વિશ્‍લેષણ પણ કરી રહી છે

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18

    સેલવાસના એક વ્‍યક્‍તિ દ્વારા ક્રિપ્ટોકરન્‍સીના નામે છેતરપીંડી અંગે ફરિયાદના આધારે આઈપીસી 420,120બી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામા આવી હતી. જેમાં બે આરોપીની કેરળથી ધરપકડ કરવામા આવી છે.
    ફરિયાદીના જણાવ્‍યા અનુસાર શરૂઆતમાં એને વોટ્‍સએપ ગ્રુપમા જોડવામા આવ્‍યો હતો. જ્‍યાં ક્રિસ્‍ટોકરન્‍સીના વેપાર સબંધિત સંદેશ મોકલાવતા હતા અને આ વોટ્‍સએપ ગ્રુપમાં ઘણા લોકોને જોડવામા આવ્‍યા હતા. જેઓ સહાયક સલાહકારો હોવાનું જણાવતા હતા. જેઓ દ્વારા ક્રિપ્‍ટોકરન્‍સીના વેપાર અંગે માર્ગદર્શન કરતા હતા.
    ફરિયાદી વોટ્‍સએપમાં જે કોન્‍ટેક્‍ટ આપવામાં આવેલ તેઓના સંપર્કમાં આવ્‍યા હતા. જેઓ દ્વારા ત્રીસ લાખ નકલી ડોમેન/યુઆરએલ નેક્‍સકોઈન અને ગ્‍લોબન કોઈન પર યુએસડીટીના વેપારના માધ્‍યમથી ઘણો નફો મળશેના બહાને ફરિયાદીને દેશની અલગ અલગ બેન્‍કના ખાતામાં પૈસા ટ્રાન્‍સફર કરવા માટે જણાવેલ.
    હાલમાં આવા જાલસાજો દ્વારા સાઇબર છેતરપિંડીના કેસો ઘણા વધી રહ્યા છે અને એને રોકવા માટે દાનહ ડીડીના આઇજી,એસપીના માર્ગદર્શનમાં એસડીપીઓના દેખરેખમા પીઆઇ,પીએસઆઇ સહિતની ટીમ બનાવી ફરજી વેબસાઇટો અનેમોબાઈલ એપ્‍લિકેશનનુ વિવરણનું વિશ્‍લેષણ કરવામા આવેલ.
    આઈપી લૉંગ,વોટ્‍સએપ ચેટની તપાસ કરવામા આવેલ ફરિયાદી દ્વારા કરવામા આવેલ લેવડ દેવડની તપાસ સાથે નકલી બેંક ખાતા અને મોબાઈલ નંબરોની ચકાસણી કરવામા આવી હતી. જેમા ટીમના પ્રયાસ દ્વારા બે આરોપીઓ એલ્‍બીન સીબી અને મુહમ્‍મદ અનસ બન્ને રહેવાસી કેરળ જેઓની આ આખુ રેકેટ ચલાવતા હતા. જેઓને ગુરુવારના રોજ ધરપકડ કર્યા બાદ કોર્ટમા રજુ કરતા પોલીસ હિરાસત આપવામા આવી હતી.
    એલ્‍બીન બેરોજગાર છે અને ફરજી એપ અને વેબસાઈટથી પાર્ટ ટાઈમ પૈસા કમાતો હતો.એણે ફરિયાદી સાથે છેતરપિંડી કરવા માટે ગ્રુપના અન્‍ય સભ્‍યોને ભાડા પર રાખી બેન્‍ક ખાતાઓ પણ બનાવ્‍યા હતા.
    મુહમ્‍મદ અનસ કૌશલ વિકાસ કેન્‍દ્રમાં મેડિકલ ટેક્રિકલ કોર્સ કરી રહ્યો હતો અને નકલી મોબાઈલ એપનો ઉપયોગ કરી પૈસા કમાતો અને વર્તમાન શિકારને છેતરપીંડી કરવાનો પ્રયાસ કરતો હતો. કેસની વધુ તપાસ દાનહ પોલીસ દ્વારા ચાલી રહી છે.

Related posts

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah

દાનહના નરોલી ચેકપોસ્‍ટ સ્‍થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્‍ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

વાપી વીજ કંપનીના સ્‍ટોરમાંથી ચોરી કરેલા 3 ટ્રાન્‍સફોર્મર ટેમ્‍પોમાં ધરમપુર બરૂમાળ ચોકડીથી ઝડપાયા

vartmanpravah

શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા નૂતન નગરમાં બનાવેલ ગાર્ડનનું નામકરણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવા બાબતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment