September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ‘‘ગુરૂ પૂર્ણિમા”ના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બી.એડ.ના પ્રાધ્‍યાપકોનું કુમકુમના ચાંદલો કરી કાર્યક્રમ માટે આવકાર્યા હતા. દીપ પ્રાગટય કરી એફ.વાય.બી.એડ.ની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્‍યારબાદ બી.એડ.ના તમામ પ્રાધ્‍યાપકોનું પુષ્‍પ વડે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. એફ.વાય.બી.એડ.ની તાલીમાર્થી વૈરાગી પ્રિયંકા દ્વારા સ્‍તુતિ નૃત્‍ય, ગ્રુપ ડાન્‍સ દ્વારા ગુરુ સ્‍તુતિ, નૃત્‍ય, પટેલ ક્રેની અને પટેલ કરીના દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે વક્‍તવ્‍ય, વૈશાલી પટેલ અને મનાલી ધોડી દ્વારા કાવ્‍ય પઠન, મનીષા પટેલ દ્વારા દોહા ગાન, પ્રતીક્ષા પટેલ દ્વારા ગુરુ પૂર્ણિમાને લાગતી પ્રશ્નોત્તરી અને ગુરુનું વિશેષ મહત્ત્વ સમજાવતું નાટક રજૂ કરવામાં આવ્‍યું હતું. જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. ત્‍યારબાદ એસ.વાય. બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા પીપીટી પ્રેઝન્‍ટેશન દ્વારા વૈદિક કાળના ગુરુઓનો વિશિષ્‍ટ પરિચય કરાવી આપણી ભુલાતી જતી સંસ્‍કૃતિને ઉજાગરકરવાનો સમર્થ પ્રયાસ કર્યો હતો.
કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યા ડો.પ્રીતિ ચૌહાણ, ડો.ગુંજન વશી, ડો.રાહુલ ટંડેલ, ડો.વૈશાલી દેસાઈ અને પ્રા.અક્ષય ટંડેલ દ્વારા આશીર્વચનનો આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એફ.વાય. બી.એડ.ના તાલીમાર્થી મનાલી પટેલ, જયશ્રી ધોડી, એશ્વર્યા પટેલ અને પલક પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.વૈશાલી દેસાઈ, પ્રા.દીક્ષિતા ઢીમ્‍મર અને ડો.સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. પ્રસ્‍તુત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ કોલેજના ચેરમેનશ્રી મિલન દેસાઈએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

Leave a Comment