October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ડીઝલ ચોરોને રંગે હાથ ઝડપી પાડયા

ટ્રક માલિકે પોલીસ સ્‍ટેશનમાં લેખિત રજૂઆત કરવા છતાં પોલીસે નક્કર કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે ઉભા થયેલા અનેક સવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: ચીખલીના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકો અને ક્‍વોરીઓમાં ઉપયોગમાં લેવાતી મશીનરીઓમાંથી મોટાપાયે ડીઝલ ચોરીનું નેટવર્ક ચાલતું હોવાની વ્‍યાપક ફરિયાદ ઉઠવા પામીછે. તાજેતરમાં દેગામના ક્‍વોરી વિસ્‍તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરાતા જીપીઆરએસ સિસ્‍ટમને પગલે માલિકને એલર્ટ મેસેજ મળતા ભાંડો ફૂટયો હતો. જોકે પોલીસને લેખિત રજૂઆત બાદ પણ નક્કર કાર્યવાહી ન કરાતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી જવા પામી છે.
ચીખલી તાલુકાના દેગામ, આલીપોર, બામણવેલ, ખૂંધ, ચાસા, રેઠવાણીયા સહિતના ગામોમાં ધમધમતા ક્‍વોરી ઉદ્યોગને પગલે દરરોજ હજારો ટ્રકોનું પણ આવાગમન થતું હોય છે. ત્‍યારે આ વિસ્‍તારમાં બામણવેલ પાટિયા, દેગામ ક્‍વોરી ઝોન, અઢારપીર, પિકઅપ સ્‍ટેન્‍ડ આ ઉપરાંત ચીખલી વાંસદા રોડ પર કેટલીક ચા-નાસ્‍તાની ટપરીઓ સહિત સમગ્ર વિસ્‍તારમાં ટ્રકો અને ક્‍વોરીઓમાં વપરાતા જેસીબી, પોકલેન્‍ડ સહિતની મશીનરીઓમાંથી મોટાપાયે ડીઝલ ચોરીનું રીતસરનું નેટવર્ક ચાલી રહ્યું છે. પોલીસની આંખ આડા કાન કરવાની નિતિરિતીને પગલે ડીઝલની ચોરી કરનારાઓને મોકળું મેદાન મળી જવા પામ્‍યું છે. ડ્રાઇવરો સાથેની મિલીભગતમાં ચોરાતું ડીઝલ અડધા ભાવે વેચી રોકડી કરાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તાજેતરમાં દેગામના ટ્રક માલિક વિપુલભાઈ એ તેમની ટ્રકોમાં જીપીઆરએસ સિસ્‍ટમ ફિટ કરી હતી. આ દરમ્‍યાન તેમની ટ્રકમાંથી દેગામમાં વિક્રમ ક્‍વોરીની સામે ખુલ્લા મેદાનમાંડીઝલની ચોરી થતા તેમના મોબાઈલ ફોન ઉપર ફયુલ લોસ એલર્ટનો મેસેજ આવી જતા તેઓ સ્‍થળ પર પહોંચી જતા ડ્રાઇવરોની મિલીભગતમાં ડીઝલ ચોરનારાઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને રેઠવાણીયા ગામના એક વ્‍યક્‍તિના નામ જોગ તેમણે પોલીસ સ્‍ટેશનમાં લેખિત રજૂઆત કરવા છતાં પોલીસે નક્કર કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. રેઠવાણીયા ગામના વ્‍યક્‍તિ સામે નામજોગ રજૂઆત છતાં પોલીસ દ્વારા ડીઝલ ચોરીના નેટવર્કના જડ સુધી ન પહોંચતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી જવા પામી છે.

Related posts

ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

ચીખલી પંથકમાં વધી રહેલો રખડતા ઢોરોનો ત્રાસઃ વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર

vartmanpravah

Leave a Comment