April 29, 2024
Vartman Pravah
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

રમતગમત માત્ર મેડલ જીતવા માટે જ નથી પરંતુ લોકોના સ્‍નેહ અને દિલ જીતવાનું માધ્‍યમ પણ છેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ નેતૃત્‍વ હેઠળ આજે દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’ની ભવ્‍ય શરૂઆત થઈ છે. આ કાર્યક્રમ દીવના બ્‍લુ સર્ટિફાઈડ બીચ ઘોઘલા ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. જેમાં કેન્‍દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે દિલ્‍હી અને લદ્દાખના ઉપ રાજ્‍યપાલશ્રીઓ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત જાણીતા ગાયિકા ઈશાની દવે અને કિંજલ દવેના અજોડ પરફોર્મન્‍સથી થઈ હતી. ત્‍યારબાદ મહેમાનોના હસ્‍તે નામાંકિત ખેલાડીઓનુંસન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પહોંચ્‍યા બાદ તમામ મહેમાનોએ રમતગમતના મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને કેન્‍દ્રિય રમતગમત મંત્રીશ્રીએ બીચ ફૂટબોલ રમી આનંદ માણ્‍યો હતો.
આ ક્રમમાં મહેમાનોનું પરંપરાગત રીતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પછી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનું શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું અને જણાવ્‍યું હતું કે આ ઐતિહાસિક અને અતુલ્‍ય પ્રસંગમાં ભાગ લેવા બદલ હું દરેકનો આભાર વ્‍યક્‍ત કરું છું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને તેઓ કેન્‍દ્ર શાસિત પ્રદેશો માટે તેમની અપાર પ્રેરણા અને અપાર સ્‍નેહ માટે અભિનંદન અને સલામ કરે છે અને અહીં ઉપસ્‍થિત મહેમાનોનો આભાર વ્‍યક્‍ત કરૂં છું. તેમણે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસોથી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્‍તરે ઊંચું થયું છે. વર્ષ 2014 પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્‍વ હેઠળ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વડાપ્રધાનશ્રીના આશીર્વાદથી 100 કરોડના ખર્ચે રમતગમત ક્ષેત્રે સાયલી ખાતે ક્રિકેટ સ્‍ટેડિયમ, પદ્મભૂષણ સ્‍ટેડિયમ અને બાંદોરકર સ્‍ટેડિયમનું કામ પૂર્ણ થયું છે. પ્રશાસકશ્રીએ ખેલાડીઓને 37મી રાષ્ટ્રીય રમત સ્‍પર્ધામાં કેન્‍દ્ર શાસિત પ્રદેશોને ગૌરવઅપાવવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ પછી, કેન્‍દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના ઉપ રાજ્‍યપાલ શ્રી બી.ડી. મિશ્રાએ તેમના સંબોધનમાં જણાવ્‍યું હતું કે તેઓ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દેશમાં પ્રથમ વખત દીવના આ મહાકુંભનું આયોજન કરવા બદલ પ્રશંસા કરે છે. તેમણે તેમના જીવનકાળમાં આવી રમત સ્‍પર્ધા જોઈ નથી અને તેનો સંપૂર્ણ શ્રેય પ્રશાસકશ્રી અને તેમની ટીમને જાય છે. પ્રશાસકશ્રીનો અનુભવ અને દૂરંદેશી પ્રશંસનીય છે. આ અવસરે ઉપસ્‍થિત રહેલા દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ શ્રી વિનય કુમાર સક્‍સેનાએ પણ તેમના સંબોધનમાં કહ્યું કે તેઓ આ ઐતિહાસિક કાર્યક્રમમાં તેમને આમંત્રિત કરવા બદલ પ્રશાસકશ્રીનો આભાર માને છે. તેમણે કહ્યું કે કદાચ આ રમત મહાકુંભ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં પ્રથમ રમત મહાકુંભ છે અને તેનો ભાગ બનીને મને આનંદ થાય છે. દેશે ઓલિમ્‍પિક, નેશનલ ગેમ્‍સ અને પેરા સ્‍પોર્ટ્‍સમાં રેકોર્ડ તોડ્‍યા છે અને મેડલ જીત્‍યા છે.
આ ક્રમમાં વિવિધ જૂથો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે રમતને લગતું નૃત્‍ય પણ રજૂ કરવામાં આવ્‍યું હતું અને વિવિધ રાજ્‍યોમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ કલાકારો દ્વારા હવાઈ અભિનય રજૂ કરવામાં આવ્‍યો હતો જેણે તમામ ઉપસ્‍થિતોનેમંત્રમુગ્‍ધ કરી દીધા હતા.
આ અવસરે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંઘલાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીનો સંદેશ દરેકને વાંચી સંભળાવ્‍યો. પોતાના અભિનંદન સંદેશમાં પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, આ દેશની પ્રથમ બીચ સ્‍પોર્ટ્‍સ ગેમ્‍સ ઈવેન્‍ટ છે. રમતગમતનું આપણા જીવનમાં ખૂબ મહત્‍વ છે. ટીમ ભાવના અને અનુશાસન આના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. રમતગમત માત્ર મેડલ જીતવા માટે જ નથી પરંતુ લોકોના સ્‍નેહ અને દિલ જીતવાનું માધ્‍યમ પણ છે. મને ખુશી છે કે આપણા દેશમાં સ્‍પોર્ટ્‍સ કલ્‍ચર વધી રહ્યું છે. અમારા ખેલાડીઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્‍પર્ધાઓમાં અમને ગૌરવ અપાવે છે. વડાપ્રધાનશ્રી મોદીએ તેમના સંદેશમાં જણાવ્‍યું હતું કે છેલ્લા દાયકામાં રમતગમતની ઇકોસિસ્‍ટમમાં પરિવર્તન જોવા મળ્‍યું છે. આ ક્રમમાં યુવાનોમાં રમતગમતને પ્રોત્‍સાહન આપવા માટે દેશમાં વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બિચ ગેમ્‍સ નવીનતમ ઉત્તેજક ઉમેરો સાબિત થઈ રહીછે.
આ પછી, કેન્‍દ્રિય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે તમામ ખેલાડીઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે દીવ ભાગ્‍યે જ ક્‍યારેય આટલું સુંદર દેખાતું હશે અને બીચ ગેમ્‍સએ તેને અત્‍યંત સુંદર અને અકલ્‍પનીય બનાવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, તેમને ઘણાંદેશોમાં રમતગમતના કાર્યક્રમોમાં જવાની તક મળે છે અને લોકોમાં ઉત્‍સાહ જોવા મળે છે અને દરેક જણ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આજે સાંસદશ્રી અને પ્રશાસકશ્રીને હું કહેવા માંગુ છું કે ભાગ્‍યે જ આજે કોઈ પણ વ્‍યક્‍તિ ઘરે જ રોકાઈ હોત, તેના બદલે જ્‍યાં સુધી કોઈ નજરે પડતું હતું ત્‍યાં ભારે ભીડ હતી, જે દર્શાવે છે કે દીવના લોકોએ બીચ ગેમ્‍સનું દિલથી સ્‍વાગત કર્યું છે, જેના માટે તેઓ દરેકને અભિનંદન આપે છે. આ બીચ ગેમ્‍સ શિક્ષણ, રમતગમત અને પર્યટન સહિતના ક્ષેત્રોમાં વૃદ્ધિ લાવશે, જેના કારણે આવનારા કેટલાક વર્ષોમાં પ્રવાસીઓમાં વધારો જોવા મળી શકે છે. આ બીચ ગેમ્‍સની કલ્‍પના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી અને પ્રશાસકશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ રમતગમત ક્ષેત્રને પ્રોત્‍સાહન આપવા માટે ત્રણગણું બજેટ આપ્‍યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્‍વમાં અમે આવનારા સમયમાં ઈન્‍ડિયા ઓલિમ્‍પિક્‍સ અને વર્લ્‍ડ બીચ ગેમ્‍સનું પણ આયોજન કરીશું.
અત્રે નોંધનીય છે કે દીવમાં આયોજિત બીચ ગેમ્‍સ, 2024 અંતર્ગત કુલ 8 વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે જેમાં બીચ વોલીબોલ, પેંચક સિલાટ, બીચ બોક્‍સીંગ, બીચ સોકર અને સીસ્‍વિમીંગની સાથે માલખાંબ, બીચ કબડ્ડી અનેદોરડાખેંચ જેવી પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે.
આ ગેમ્‍સમાં 20 થી વધુ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્‍વ કરતા ખેલાડીઓ ભાગ લેશે. આ રમતોત્‍સવમાં 1200 થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.
પુરૂષ અને મહિલાઓને સમાન તકો આપીને, ખાસ કરીને 21 વર્ષ સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓને આ રમતોમાં તેમની પ્રતિભા અને કૌશલ્‍ય દર્શાવવાની તક આપવામાં આવશે. કુલ 140 ગોલ્‍ડ મેડલ, 140 સિલ્‍વર મેડલ અને 180 બ્રોન્‍ઝ મેડલ વિવિધ કેટેગરીમાં આ ગેમ્‍સના વિજેતા સહભાગીઓને એનાયત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ ગેમ્‍સનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. અઠવાડિયા સુધી ચાલનારા બીચ ગેમ્‍સ દરમિયાન સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં દેશના જાણીતા કલાકારો સંગીત અને સ્‍થાનિક કલા સહિત તેમની કલાનું પ્રદર્શન કરશે.

Related posts

વાપી વી.આઈ.એ. દ્વારા સોફટવેલ ટેકનોલોજી ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સ્‍પો તા.22 થી 24 ડિસે. સુધી શરૂ

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

vartmanpravah

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

Leave a Comment