Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્‍ડ લાઈફના સભ્‍યો દ્વારા ઉગારી લેવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.11
ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્‍ડ લાઈફના સભ્‍યો દ્વારા ઉગારી લેવામાં આવ્‍યા હતા. ચીખલીના વાંઝણા ગામના મોટી વાંગરવાડીમાં રહેતા અલ્‍પેશભાઈ પટેલના ઘરે રાત્રીમાં સમયે મોટર ચાલુ કરવા જતાં ઘરની બાજુમાં આવેલા સેડમાં બે સાપ નજરે પડતા જે અંગે વાઈલ્‍ડલાઈફ વેલફેર ફાઉન્‍ડેશન નવસારી ટીમના હિમલ મેહતાને જાણ કરતા હિમલ મેહતાની ટીમ દ્વારા સ્‍થળ પર જોતા બે વરુદંતી સાપનાજોડી દેખાતા અને બંને સાપ સહવાસ કરતા હોવાથી વાઈલ્‍ડ લાઈફના સભ્‍ય દ્વારા ઘરના માલિક અલ્‍પેશભાઈ ને સમજાવી આ બિનઝેરી સાપની જોડી છે અને આ ઘરમાં ગરોળીનો શિકાર કરવા આવે છે.જેથી આ સાપથી કોઈ નુકશાન થતું નથી અને હાલમાં સહવાસ કરતા હોવાથી અલગ પણ ન કરાય જેવી સમજ આપતા ઘર માલિક દ્વારા આ બંને સાપના જોડાને હેરાન નહી કરવાનું કહી આ નિર્દોષ સાપના જોડાને કુદરતી વાતાવરણમાં જ રહેવા દીધા હતા
ત્‍યારબાદ આ બંને સાપ કોઈ પણ પ્રકારનું નુકસાન કરશે નહીં તેની બાંહેધરી વાઈલ્‍ડલાઈફ વેલફેર સંસ્‍થાને આપી આ સરિસળપને બચાવી ઉત્તમ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

 

તસવીર દિપક સોલંકી

Related posts

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

વાપી ઊંઝા એસ.ટી. સિલ્‍પર કોચ રૂટ વાપીથી બંધ કરી એસ.ટી. નિગમે ઓછી આવકને લઈ ધરમપુરથી ચાલુ કર્યો

vartmanpravah

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

દીવની બુચરવાડા સરકારી શાળામાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીનીએ ‘પોસ્‍ટર નિર્માણ’ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

Leave a Comment