(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસાર, તા.21: અભયમ 181 મહિલા હેલ્પ લાઈન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવની કામગીરીમાં દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ઈ.એમ કેર ફંક્શન અમદાવાદ ખાતેનવસારીના મહિલા કાઉન્સેલર તન્વીબેન પટેલ અને સુરતના મહિલા કાઉન્સેલર નિશાબેન વલવીને ઉત્તમ કેસ હેન્ડલિંગ માટે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. જેઓ એ પોતાની કામગીરી દરમિયાન પિડીત મહિલાની સમસ્યા હલ કરવામા અસરકારક કામગીરી કરવામા આવી હતી. એક મહિલા સાથે તેના પરિવારને પણ સુખમય અને હિંસા મુક્ત જીવન જીવવા પ્રેરણા પુરી પાડી હતી.