Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

  • રૂા.2 કરોડના ભંડોળની પણ ઈનામ રૂપે નવાજેશ ઞ્જ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશની આરોગ્‍ય સેવાને સઘન અને લોકાભિમુખ બનાવવા કરેલી પહેલ ઉપર લાગેલી મહોર

  • આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની આરોગ્‍ય સેવાને લોકો સુધી ઉત્તમ રીતે પહોંચાડવાના આગ્રહને આપેલો શ્રેય : હોસ્‍પિટલના તમામ નાના-મોટા કર્મચારીઓ તથા ડોક્‍ટરોને પણ અભિનંદન આપી તેમની મહેનતની કરેલી કદર


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
આજે દાદરા નગર હવેલીની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કારથી સન્‍માનિત કરી રૂપિયા બે કરોડની ધનરાશી પણ મળતા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશની આરોગ્‍ય સેવાને સઘન અને લોકાભિમુખ બનાવવા કરેલી પહેલ ઉપર મહોર પણ લાગી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા જાહેર આરોગ્‍ય સેવાને પ્રોત્‍સાહિત કરી સ્‍વચ્‍છતા અને સંક્રમણ નિયંત્રણ માટે ઠરાવેલ પ્રોટોકોલનું પાલન કરી અનુકરણીય કાર્ય કરવાની સાથે જાહેર આરોગ્‍ય સેવાઓમાં સ્‍વચ્‍છતા સાફસફાઈ અને સંક્રમણ નિયંયત્રણ પ્રણાલીને ઉત્તેજન આપવાના ઉદ્દેશની સાથે સ્‍વચ્‍છતા અને સાફસફાઈસંબંધિત પ્રદર્શનનું સતત મુલ્‍યાંકન અને સહકર્મી સમીક્ષાની સંસ્‍કૃતિને વિકસિત કરવા તથા હકારાત્‍મક આરોગ્‍ય પરિણામોથી જોડી જાહેર આરોગ્‍ય સુવિધાઓમાં સુધારાથી સંબંધિત કાયમી પ્રણાલીના નિર્માણ અને તેની ભાગીદારી કરવાના ઉદ્દેશથી રાષ્‍ટ્રીય સ્‍તરે કાયાકલ્‍પ પુરસ્‍કારની યોજના બનાવવામાં આવેલ છે.
આજે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલે ર0ર0-ર1ના કાયાકલ્‍પની બી શ્રેણીમાં 1000 બેડથી ઓછી ક્ષમતાવાળી હોસ્‍પિટલમાં દેશની મોટી હોસ્‍પિટલો જેવી કે એઈમ્‍સ ભોપાલ, એઈમ્‍સ ભુવનેશ્વર, એઈમ્‍સ જોધપુર, એઈમ્‍સ પટના, એઈમ્‍સ રાયપુર, એઈમ્‍સ ઋષિકેશ, નિમાંશ બેંગલોર, સીઆઈપી રાંચી, શ્રી વલ્લભપટેલ ચેસ્‍ટ ઈન્‍સ્‍ટિટયૂટ, નવી દિલ્‍હી, જી.બી.પંથ હોસ્‍પિટલ-અંડામાન, ચિત્તરંજન નેશનલ કેન્‍સર ઈન્‍સ્‍ટિયુટ-કોલકત્તા, નઈગ્રીમ્‍સ સીલોંગ, એલજીબીઆરઆઈએમએચ-આસામ અને જીએમસીએચ-ચંદીગઢ જેવી હોસ્‍પિટલો સાથે સ્‍પર્ધા કરી રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર અને રૂપિયા 0ર કરોડનું ઈનામ જીતવા સફળ રહી છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જાહેર આરોગ્‍ય સેવાને સ્‍વચ્‍છ અને લોકાભિમુખ બનાવવા કરેલા પ્રયાસનું પણ ફળ મળ્‍યું છે.
આ પ્રસંગે સંઘપ્રદેશના આરોગ્‍ય નિર્દેશક ડો.વી.કે.દાસના જણાવ્‍યા પ્રમાણે સંઘપ્રદેશ માટે આ બહુમતી ઉપલબ્‍ધી છે અને જેનુંસંપૂર્ણ શ્રેય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ફાળે જાય છે. પ્રશાસકશ્રી હંમેશા આરોગ્‍ય સેવાને લોકો સુધી ઉત્તર રીતે પહોંચે તેના ઉપર પોતાનું બળ આપે છે અને સાથે સાથે દર્દીને હોસ્‍પિટલમાં અદ્યતન સેવા મળે, ગુણવત્તા હંમેશા જળવાઈ રહે તે બાબતે હોસ્‍પિટલને તેઓ માર્ગદર્શન આપતા રહે છે.
ડો. વી.કે.દાસે શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલને મળેલા રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર માટે હોસ્‍પિટલના તમામ કર્મચારીઓ, ડોક્‍ટરો, નીચેલા સ્‍તરના કર્મચારીઓને પણ અભિનંદન આપી તેમના પ્રયાસથી આ સિદ્ધિ મળી હોવાનું જણાવ્‍યું હતું.
શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલને રાષ્‍ટ્રીય કાયાકલ્‍પમાં પ્રથમ પુરસ્‍કારની સાથે સાથે રૂા. 02 કરોડનું ભંડોળ પણ આપવામાં આવ્‍યું છે. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને તેમના નેતૃત્‍વમાં ભવિષ્‍યમાં પણ ઉપલબ્‍ધીઓ હાંસલ કરી લોકો સુધી ગુણવત્તાની સાથે સુવિધાઓ પહોંચે તેવા કામ કરતા રહેવા સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

vartmanpravah

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment