October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : લોકસભાની દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલની એક ચૂંટણી સભામાં દમણ શહેરના પાંચ જેટલા યુવાનોએ આજે કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા યુવાનોમાં (1)શ્રી દેવેન્‍દ્ર શશીકાંત ઢોંડે (2)શ્રી ભુપેન્‍દ્ર નામદેવ હટકર (3)શ્રી પ્રીતમ (બચુ) દિલીપભાઈ પટેલ (4)શ્રી દિપક સાગરમલ જૈન અને શ્રી રવી નરેન્‍દ્ર રાણાને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કાર્યરત કેન્‍દ્ર સરકારની વિકાસલક્ષી નીતિઓથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાનું યુવાનોએ જણાવ્‍યું હતું.
આ અવસરે ભાજપ ઓબીસી મોરચાની રાષ્‍ટ્રીય પરિષદના સભ્‍ય શ્રી વિશાલભાઈ ટંડેલ,દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ શહેર ભાજપના પ્રમુખ શ્રી પિયુષ પટેલ, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, દમણના વરિષ્‍ઠ આગેવાન શ્રી પ્રમોદભાઈ દમણિયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રોટરી વાપી રિવર સાઈડનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

મોદી સરકારના 10 વર્ષના એક દાયકામાં દાનહ અને દમણ-દીવે સલામત બનાવેલું પોતાનું 30 વર્ષનું ભવિષ્‍ય

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજ પ્રકરણમાં ભ્રષ્ટાચારના ફૂટી રહેલા નવા ફણગા

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

Leave a Comment