October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

40 ચો.કિ.મી.ના વિસ્‍તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્‍થાનો અને વાવાઝોડાની હિલચાલની જાણકારી મળશે

ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ પોતાની સ્‍થાનિક ભાષામાં જ પુરી પડાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારત સરકારના હવામાન વિભાગ (IMD) તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સરકારની MOUSAM મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે એપ્લિકેશન મારફત લોકો હવામાનની આગાહીઓ, રડાર છબીઓને વિગેરે મેળવી શકે છે. તેવી જ રીતના “DAMINI APP” આકાશમાં તોળાઇ રહેલી આપત્તિ વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. આ એપ વર્તમાન લાઈટનિંગ સ્ટ્રાઈકનું ચોક્કસ સ્થાન, ૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને તેની દિશા અંગેની માહિતી આપે છે.
ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી “MEGDOOT AGRO APP” જે ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ પુરી પાડે છે. તેમજ લોકેશન વાઇસ હવામાનની જાણકારી માટે “PUBLIC OBSERVATION APP” બનાવવામાં આવેલી છે. આ એપ્લિકેશનમાં યુઝર્સ પોતાનો અભિપ્રાય પણ શેર કરી શકે છે.
ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા વિકસાવવવામાં આવેલી આ મહત્વપૂર્ણ એપ્લિકેશનનો ઉપયોગ કરવા વલસાડ જિલ્લા ડિઝાસ્ટર વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ચીખલી નજીક બલવાડા હાઈવે પર અલ્‍ટો કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર બ્રેઝા સાથે અથડાઈઃ એકનું મોત

vartmanpravah

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment