Vartman Pravah
Breaking Newsદમણદેશ

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
સરકારી કોલેજ દમણ દ્વારા વિશ્વ માતળભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગર દ્વારા આયોજિત માતળભાષા મહોત્‍સવ અંતર્ગત ‘માતૃભાષા’ માનવસમાજઅને સાહિત્‍ય વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગર દ્વારા માતળભાષા સંવર્ધન કરવાનું એક ખૂબ મોટું અભિયાન જોતરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે ગુજરાતભરમાં અલગ અલગ એકાવન જગ્‍યા પર માતળભાષાને કેન્‍દ્રમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરકારી કોલેજ દમણના ગુજરાતી વિભાગ અને સાંસ્‍કળતિક અને અમળત મહોત્‍સવ સમિતિ દ્વારા ‘માતળભાષા’ માનવસમાજ અને સાહિત્‍ય વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્‍યું.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે દમણના સમાજસેવિકા પદ્મશ્રી પ્રભાબેન શાહને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમનું અધ્‍યક્ષીય પદ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સચિવ ડૉ. એ. મુથમ્‍માએ શોભાવ્‍યું હતું. તદુપરાંત વક્‍તાવિશેષ તરીકે ગુજરાત આદિવાસી અકાદમીના પ્રમુખ ડૉ. જિતેન્‍દ્ર વસાવા, ગૌદાન સેવાકાર્ય સાથે જોડાયેલા અને અધ્‍યાપિકા એવા ડૉ. આશા ગોહિલ તથા ડો.એપીજે અબ્‍દુલ કલમ કૉલેજના પ્રાધ્‍યાપક ડૉ.નીતિન રાઠોડને આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.
આ પરિસંવાદનું સંયોજન ગુજરાતી વિભાગ અધ્‍યક્ષ અને સાંસ્‍કળતિક અને અમળત મહોત્‍સવ સમિતિના કૉ-ઓડીનેટર ડૉ. ભાવેશકુમાર વાળા દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનાઉદ્‌ઘાટન સત્રનું સંચાલન હેમાંગીની ચૌધરીએ કર્યું હતું. શરૂઆત સંસ્‍થાના આચાર્ય ડૉ. એસ. કુમાર દ્વારા લિખિત કૉલેજગીત દ્વારા કરવમાં આવી હતી. આ ગીત કૉલેજની બાળાઓ દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું હતું. ત્‍યાર બાદ વિડીયો મારફતે ઉમાશંકર જોશી દ્વરા લિખિત માતળભાષા વંદના ગીત સદા સોમ્‍ય શી ઉભરાતી ગીત પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું હતું.
બાદમાં ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગરના અધ્‍યક્ષશ્રી વિષ્‍ણુ પંડ્‍યાનું તથા ગુજરાતના મુખ્‍ય મંત્રીશ્રીનો સંદેશ વિડીયો મારફતે રજુ કરવામાં આવ્‍યો હતો. ત્‍યાર બાદ પ્રાર્થનાનુત્‍ય કૉલેજની વિદ્યાર્થી અંજના યાદવ દ્વારા રાજુકારવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમની માંડણી દીપપ્રગટયથી કરવામાં આવી. હતી. ત્‍યાર બાદ ઉપસ્‍થિત મહાનુભાવોનું તુલસી, શોલ અને પુસ્‍તક અને શબ્‍દો વડે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમની રૂપરેખા ડૉ. ભાવેશ વાળા દ્વારા કરવામાં આવી હતી. આચાર્યશ્રીએ મહેમાનોનો શાબ્‍દિક પરિચય કરાવ્‍યો. બાદ પદ્મશ્રી પ્રભાબેન શાહએ તેમના વક્‍તવ્‍યમાં ગરવી વાણી ગુજરાતીનો મહિમાગાન કર્યો હતો. સંઘપ્રદેશના સચિવ ડૉ. એ. મુથમ્‍માએ તેમના વ્‍યાખ્‍યાન દરમિયાન માતળભાષાનો મહિમા કર્યો હતો.
ઉદ્ધાટન સત્રનો અભાર સંસ્‍થાના ઉપ-આચાર્ય ડૉ. એસ. બાલા સુબ્રમનિયન દ્વારા પ્રગટ કરવામાંઆવ્‍યો. હતો. કાર્યકમના સભાસત્રનું સંચાલન ડૉ.પુખરાજ જાંગીડ કર્યું હતું. જેમાં ડૉ. નરેશ વેદનું વ્‍યાખ્‍યાન વિડીયો દ્વારા રજુ કરવામાં આવ્‍યું હતું. ઉપરાંત ડો. જિતેન્‍દ્ર વસવા, ડૉ. આશા ગોહિલ તથા ડૉ. નીતિન રાઠોડએ પોતાનું વક્‍તવ્‍ય રજુ કર્યું હતું.
આ સત્રની આભારવિધિ ડૉ.નેહા મિશ્રા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દમણની ઈજનેરી, પોલીટેકનીક અને એજ્‍યુકેશન કૉલેજના આચાર્યો અનુક્રમે ડૉ. અવિનાશ ચૌધરી, ડૉ. સુહાસ પાટીલ અને ડૉ. જયેશ પટેલ અને અન્‍ય પ્રાધ્‍યાપકો તથા યુવાસંશોધકો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ આયોજનમાં ડૉ. સ્‍મ્રીતી શ્રીવાસ્‍તવ, ડૉ. ગગન શેખર, તોહા પાઠક, પૂજા યાદવ, અભિલાષા, એર્તિકા વગેરેએ ખૂબ ઉત્‍સાહથી કાર્ય કર્યું હતું. કાર્યક્રમમાં સરકારી કૉલેજ દમણ તથા દમણની અન્‍ય કૉલેજના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો.

Related posts

વાપીના રાજુભાઈ હાલાણીની ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બર તરીકે વરણી

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

vartmanpravah

થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્‍સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

Leave a Comment