Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વાઘ બારસ 2023 એ ધનતેરસના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો હિન્‍દુ તહેવાર છે. વાઘ બારસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. આ એક અનોખી ઉજવણી છે, કારણ કે આ દિવસે ભક્‍તો પવિત્ર ગાયનો માનવ જીવનના નિર્વાહમાં યોગદાન માટે આભાર માને છે અને તેમનો આભાર વ્‍યક્‍ત કરે છે.
એજ રીતે ડાંગ જિલ્લા વઘઈ તાલુકામાં પણ આજરોજ વાઘ બારસની પૂજા કરવામાં આવી અને આદિવાસી રીત રિવાજો મુજબ વાઘ બારસની પૂજા-અર્ચના કરવામાં આવી અને ગામના આગેવાન, વડીલો, ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ દિવસને નંદિની વ્રત તરીકે પણ ઓળખાય છે, આ દિવસ અશ્વિન મહિનામાં દ્વાદશી (કળષ્‍ણ પક્ષ)ની હિન્‍દુ તારીખે મનાવવામાં આવે છે. આ દિવસ મહારાષ્‍ટ્રમાં વસુ બારસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
વાઘ બારસ દૈવી ગાય ‘‘નંદિની” ને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ગાય હિંદુ સંસ્‍કળતિમાં એક અત્‍યંત પવિત્ર પ્રાણી છે અને તે દરેક મનુષ્‍યને પોષણ પૂરું પાડતી હોવાથી પવિત્ર માતા તરીકે પૂજનીય છે. આ દિવસે મહિલાઓ પોતાના બાળકોના સુખ અને લાંબા આયુષ્‍ય માટે નંદિની વ્રત રાખે છે.
એવું પણમાનવામાં આવે છે કે જે નિઃસંતાન દંપતી આ દિવસે ગાયની પૂજા કરે છે અને વ્રત રાખે છે, તેમને જલ્‍દી સંતાન પ્રાપ્ત થાય છે. આ વ્રત દરમિયાન ભક્‍તો કોઈપણ ડેરી અથવા ઘઉંના ઉત્‍પાદનો ખાવાથી દૂર રહે છે.
કાર્તિક કળષ્‍ણ દ્વાદશીને ગોવત્‍સ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેને બસ બારસનો તહેવાર પણ કહેવામાં આવે છે. ડાંગ સહીત ગુજરાતમાં તેને વાઘ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એકાદશી પછી આવે છે. ગોવત્‍સ દ્વાદશીના દિવસે ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. આ પૂજા ગોધુલી બેલા પર કરવામાં આવે છે, જ્‍યારે સૂર્ય ભગવાન સંપૂર્ણ રીતે પ્રગટ થયા નથી.
વાઘ સામર્થ્‍યનું પ્રતીક છે. મનુષ્‍યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્‍થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્‍યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્‍યતા છે. એવી માન્‍યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. અને વાઘની પણ પૂજા કરવામાં આવે છે કેજ્‍યારે ગાય, જેવા પશુ ગોવાળ્‍યા ચરાવા જાય છે તો વાઘ એમને ખાઈ ન લેય અને રાત્રીના સમયમાં ખેતરમાં કોઈ કામ અવસરે જાય તો એમને નુકસાન ના થાય એ માન્‍યતા આદિવાસી સમાજ રાખતા હોય છે અને આ બધી બાબત ધ્‍યાન લઈ વાઘ બારસના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

Related posts

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે આયોજિત ભજન, સંતવાણીની રમઝટમાં રૂપિયાની નોટોનો વરસાદ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment