(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30
નાની દમણના ટેક્ષી સ્ટેન્ડના પાછળના ભાગમાં લગભગ એકાદ સપ્તાહથી કપિરાજ ફરતો દેખાતા લોકોમાંભયનો માહોલ પેદા થયો હતો. આજે દમણના એનિમલ સેવિંગ ગૃપની ટીમે વન વિભાગ અને વેટરનરી વિભાગના સહયોગથી વાંદરાને પાંજરામાં પુરવા સફળતા મળી હતી.