January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

ટોરેન્‍ટ પાવરના અધિકારીઓ દ્વારા કેટલીક સમસ્‍યાઓનું સ્‍થળ ઉપર જ નિરાકરણ કરાતા ગ્રાહકોમાંફેલાયેલી આનંદ અને ઉત્‍સાહની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર ભાગ લઈ તેમની સમસ્‍યાઓનું સમાધાન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે ટોરેન્‍ટ પાવર દ્વારા વીજ ગ્રાહકોને નવા વીજ જોડાણ, વીજ જોડાણમાં નામ બદલી, વીજભાર વધારવા-ઘટાડવા અંગેની માહિતી તથા ગ્રાહકો તરફથી મળેલી અરજીઓનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો હતો. હાજર રહેલા કંપનીના અધિકારીઓએ ગ્રાહકોને ડિજિટલ પ્‍લેટફોર્મના વપરાશ, વીજ સલામતિ તથા વીજ બચતની માહિતી પુરી પાડી હતી. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા વીજ ગ્રાહકોની સમસ્‍યાના નિરાકરણ માટે કાર્યરત 24×7 હેલ્‍પ લાઈન નંબર વિશે પણ માહિતી આપવામાં આવી હતી. વીજ જોડાણ અંગેની કોઈપણ માહિતી અથવા વીજ ફરિયાદ માટે ટોરેન્‍ટ પાવરની મોબાઈલ એપ્‍લીકેશનનો મોબાઈલ દ્વારા ઉપયોગ કેવી રીતે કરવો તેનું પણ નિદર્શન આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત કંપનીના અધિકારીઓ દ્વારા વીજ ગ્રાહકોને વીજબિલ અંગેની સંપૂર્ણ સમજ સ્‍થળ ઉપર આપવામાં આવી હતી.
ટોરેન્‍ટ પાવર કંપનીના અધિકારીના જણાવ્‍યા પ્રમાણે વીજ ગ્રાહકોને વીજવપરાશ સંબંધિત સમજણ અને પડતી સમસ્‍યાઓના નિરાકરણ માટે કંપની પ્રતિબધ્‍ધ છે તેમજ વધુ ને વધુ વીજ ગ્રાહકોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવા જુદી જુદી ગ્રામ પંચાયત હેઠળના વિસ્‍તારોમાં ‘ટોરેન્‍ટ આપણાં દ્વારે’ શિબિરનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા એક મહિના દરમિયાન કંપની દ્વારા દમણના પાંચ ગ્રામ પંચાયત વિસ્‍તારોમાં ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કર્યું હોવાની પણ જાણકારી આપવામાં આવી છે તેમજ આ કાર્યક્રમમાં લોકો તરફથી કંપનીને મળેલા સુંદર પ્રતિભાવને નજર સમક્ષ રાખી બાકીની અન્‍ય ગ્રામ પંચાયતોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો કરનાર હોવાની જાણકારી આપવામાં આવી છે.
આ શિબિરમાં હાજર રહેલા ટોરેન્‍ટ કંપનીના અધિકારીઓએ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો હૃદયપૂર્વક આભાર પણ માન્‍યો હતો.

Related posts

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

vartmanpravah

વાપીની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો : 26મા રક્‍તદાન કેમ્‍પમાં 600 યુનિટ બમ્‍પર રક્‍તદાન થયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રિપલઅકસ્‍માત સર્જાયો : કન્‍ટેનર પલટી મારી જતા ટ્રાફિકમાં ટ્રકએ કારને ટક્કર મારી ઘસડી ગયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલું કન્‍ટેનર ઝડપાયું : ચાલકની અટક

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

vartmanpravah

Leave a Comment