January 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે દીવના બંદરચોકથી કાઢેલી ભવ્‍ય રેલી

રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોઃ ઈવીઍમમાં પંજાના નિશાન ઉપર બટન દબાવી કોંગ્રેસને મત આપી કેતનભાઈ પટેલને જંગી બહુમતિથી વિજયી બનાવવા લોકોને અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ,તા.30 : લોકસભાની દમણ અને દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલના સર્મથમાં આજે દીવ જિલ્લાના બંદર ચોક ખાતેથી સ્‍વયં કેતનભાઈ પટેલે ભવ્‍ય રેલી કાઢી હતી જેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવના બંદર ચોકથી લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે ચૂંટણી પ્રચાર માટે ભવ્‍ય રેલી યોજી હતી. આ રેલીમાં દીવ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હજારોની સંખ્‍યામાં લોકો ઉમટી પડયા હતા.આ પ્રસંગે શ્રી કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે જનમેદનીને સંબોધતા ભાજપ અને સંઘપ્રદેશ પ્રશાસન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. શ્રી કેતનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, દીવના લોકો અનેક સમસ્‍યાઓથી પરેશાન થઈ રહ્યા છે, તેથી તેમના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્‍દ્રમાં કોંગ્રેસ-ઈન્‍ડી પાર્ટીની સરકાર બિરાજમાન થાય તે માટે દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલને જંગી બહુમતિથી જીતાડવા અપીલ કરી હતી. આ રેલીમાં શ્રી કેતનભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી અમીબેન પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને કોંગ્રેસને મત આપવા લોકોને જણાવ્‍યું હતું.

Related posts

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

vartmanpravah

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

vartmanpravah

Leave a Comment