Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઉમરકૂઇ ગામની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: દાદરા નગર હવેલીના ઉમરકૂઇ ગામની હુતામાકી ઇન્‍ડિયા પ્રાઇવેટ લિ. કંપનીના એચ.આર. મેનેજર શ્રી કૌશિક દવેની અજાણ્‍યા વ્‍યક્‍તિઓ દ્વારા કંપનીમાં ચોરી થઈ હોવાની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 457, 380, 34 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો. અજાણ્‍યા આરોપીઓએ કંપનીના ગોદામમાંથીગેલ્‍વેનાઈઝડ શીટ કાપી પ્રવેશ કરીને લગભગ 50લાખ રૂપિયાની વિવિધ વિદ્યુત સામગ્રી ચોરી કરી હતી. આ કેસની વધુ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ શ્રી પ્રકાશ માહ્યાવંશીને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન આરોપી(1)સંજય મનુ બરફ (ઉ.વ.24)રહેવાસી- ઉમરકૂઇ પટેલપાડા, (2)નિલેશ ઈશ્વર અંધેર (ઉ.વ.20) રહેવાસી – ઉમરકૂઇ પટેલપાડા જેઓની ધરપકડ કરવામાં આવી હતી. નિલેશ અંધેર આજ કંપનીમાં હેલ્‍પર તરીકે કામ કરી રહ્યો હતો. આરોપીઓ પાસેથી 2,02,035 રૂપિયાનો ચોરીનો સામાન જપ્ત કરવામાં આવ્‍યો હતો. આ મામલાની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

વલસાડમાં અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગોધન માટે યોજાયેલ ડાયરામાં રીતસર ચલણી નોટોનો વરસાદ થયો

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્‍ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડી

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

Leave a Comment