August 4, 2026
Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા સંજય રાઉત ખાસ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ એસ.ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિ નિમિતે સાયલી ડેલકર ફાર્મ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. આજના દિવસને ડેલકર પરિવાર અને તેમના સમર્થકો બલિદાન દિવસ તરીકે ઉજવ્‍યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા શ્રી સંજયભાઈ રાઉત પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને સ્‍વ.મોહનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સ્‍વ.શ્રી મોહનભાઈ ડેલકરના ધર્મપત્‍ની અને દાનહ લોકસભા બેઠકના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતાને સંબોધન કર્યું હતું.

Related posts

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

vartmanpravah

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment