Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડવાપી

આદર્શ નિવાસી શાળા બામટી ખાતે વલસાડ જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

  • જિલ્લાની વિશિષ્‍ટ યોગદાન આપનારી મહિલાઓ અને દત્તક દીકરીઓના માતા-પિતાનું સન્‍માન કરાયું

  • મહિલાલક્ષી વિવિધ યોજનાઓના મંજૂરી હુકમ અને દીકરી વધામણાં કીટનું વિતરણ કરાયું

  • ધરમપુર કપરાડા તાલુકાના લાભાર્થીઓ માટે ‘વનિતા’ વિશેષ બુકલેટનું વિમોચન કરાયું

વલસાડ તા.૦૮: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.૮મી માર્ચ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પુરસ્‍કાર વિતરણ, સન્‍માન કાર્યક્રમ, વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત તથા ઇ-લોન્‍ચિંગ અવસરે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં આદર્શ નિવાસી શાળા, બામટી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

            આ અવસરે કલેકટર ક્ષિપ્રા આગ્રે સહિત મહાનુભાવોના હસ્‍તે વિશિષ્‍ટ યોગદાન આપનારી મહિલાઓ તેમજ દત્તક દીકરીઓના માતા-પિતાનું પ્રમાણપત્ર આપી સન્‍માન કરાયું હતું તેમજ માતા યશોદા એવોર્ડ, વ્‍હાલી દીકરી યોજના હુકમ, દીકરી વધામણાં કીટ, મહિલા સ્‍વાવલંબન યોજના લોન મંજૂરી હુકમ તેમજ ગંગા સ્‍વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરાયું હતું. રેવન્‍યુ મહિલા ક્રિકેટ ટીમનું સન્‍માન પણ આ અવસરે કરાયું હતું. ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામો સુધી મહિલા અને બાળ વિકાસ, આરોગ્‍ય, સમાજ સુરક્ષા તેમજ આઇ.સી.ડી.એસ. સહિત અન્‍ય વિભાગો હસ્‍તકની યોજનાના લાભો સ્‍થળ ઉપર મળી રહે તે હેતુસર શરૂ કરાયેલા નવતર પ્રયોગની ઝાંખી દર્શાવતી પુસ્‍તિકા વનિતા વિશેષનું વિમોચન કરાયું હતું.

            મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું હતું.

            આ અવસરે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની શુભ કામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, આજે આપણે સમાજમાં લિંગ સમાનતા લાવવાના પ્રયાસો કરીશું તો આપણું આવનારુ ભવિષ્‍ય શાશ્વત રહેશે. જે સમાજ ન્‍યાયસંગત વિકાસ માટે પ્રયત્‍ન કરે છે તેમણે એકબીજાના પડખે રહેવું જરૂરી છે. મહિલાઓની એકતાની એના માટે જરૂરી છે. મહિલાઓને સરખી તક મળે તે માટે પંચાયતમાં મહિલાઓને અનામત આપવામાં આવે છે, જેના લીધે તેમને નેતૃત્‍વ કરવાનો અવસર મળ્‍યો છે. જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. કોઇપણ સંસ્‍થાનો ઉપર કોઇ એકની સત્તા હોય ત્‍યારે અસમાનતા આવે છે. સમાજમાં સમાનતા અને ન્‍યાય સમાનતા અંગે સમજણ આપતાં જણાવ્‍યું હતું કે, દેશમાં ન્‍યાયસંગત વિકાસ માટે પુરુષો અને મહિલાઓએ એકબીજાને મદદરૂપ બનવું જરૂરી છે. બંધારણમાં મહિલાઓને વિશેષ કાયદાકીય હક્કો આપેલા છે, જેનો સદુપયોગ કરવો જોઈએ. કાયદા સૌને માટે સરખા લાગુ પડે છે, જેનો ખોટો ઉપયોગ કરી કોઈને અન્‍યાય ન થાય તે પણ જરૂરી છે. જે સારી કામગીરી કરે છે તેને પ્રોત્‍સાહન આપવું જરૂરી છે, તેમ જણાવી વલસાડ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્‍પલાઇન, મહિલા અને બાળ વિકાસ વિભાગ, મહિલા સહાયતા કેન્‍દ્રો, આંગણવાડીની બહેનો વગેરેએ કરેલી કામગીરીને તેમણે બિરદાવી હતી. ધરમપુર અને કપરાડા તાલુકાના લાભાર્થીઓ માટે આજથી આરંભાયેલા નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ અંગે તેમણે સવિસ્‍તાર જાણકારી આપી હતી.

            કે.એસ.શાહ લો કોલેજના આચાર્યા નિકિતા રાવલે મહિલાઓના અધિકારો તેમજ માહિલાલક્ષી કાયદાઓ અંગે જાણકારી આપી હતી.

            યોજનાકીય લાભાર્થી મુમતાઝબેન કાદરીએ નિરાધાર મહિલાના પુનઃસ્‍થાપન અંગે તેમને મળેલી સહાય અંગે તેમના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા. રાજ્‍ય સરકારે આપેલી સહાય અને મદદ થકી તેમના જીવનમાં આવેલા પરિવર્તનની જાણકારી આપી આ સહાય આપવા બદલ રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

            મહિલા અને બાળ વિકાસ અધિકારી કમલેશ ગીરાસેએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ ઉજવણીનો હેતુ સમજાવ્‍યો હતો.

            સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિ દેસાઈએ કર્યું હતું.

            આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઈટાલીયા, ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્‍યોત્‍સનાબેન દેસાઈ, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન ગામીત, મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્‍યક્ષ રંજનબેન પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી કાજલબેન ગામીત, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર જ્‍યોત્‍સનબેન સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

પારડીના સુખેશમાં વંદે ગુજરાત વિકાય યાત્રા પહોંચી, 520 લાભાર્થીને નાણામંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને ચેક એનાયત કરાયા

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

vartmanpravah

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

vartmanpravah

Leave a Comment