March 29, 2024
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

  • સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ છેલ્લા સાડા પાંચ વર્ષમાં કુપોષિત બાળકો અને ટીબીના દર્દીઓને પૌષ્‍ટિક આહાર, જરૂરી વિટામીન્‍સ અને દવા મળે તેવી સીએસઆર અંતર્ગત કરાયેલી વ્‍યવસ્‍થા બાદ દેખાતું પરિણામ

  • રાષ્‍ટ્રીય સ્‍તરે પણ સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસની સુંદર કામગીરી બદલ પારિતોષિક આપી લેવાતી નોંધ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવ પ્રશાસન 2023 સુધીમાં પ્રદેશમાંથી ટીબીના રોગચાળાને નાબુદ કરવા લીધેલો સંકલ્‍પ આવકારદાયક છે. છેલ્લા સાડા પાંચ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટીબીના દર્દીઓની સંખ્‍યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. તે પ્રશાસન અને આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા પ્રયાસનું પરિણામ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઔદ્યોગિક અને પ્રવાસન નગરી હોવાથી દરરોજ અહીં હજારો લોકોની આવન-જાવન રહેતી હોય છે. ઘણા શ્રમિકો ચેપગ્રસ્‍ત બનીને પણ પ્રદેશમાં પોતાનું પેટીયું રળવા માટે આવતા હોય છે. પરંતુ સંઘપ્રદેશ પ્રશાસને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્‍યા વગર કરેલા માઈક્રોસ્‍તરના આયોજનના કારણે આજે પ્રદેશ ટીબીમુક્‍ત બનવાની કગાર ઉપર છે. આ નાની સિદ્ધિ નથી અને પ્રદેશની ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પણ પહેલ છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના ઔદ્યોગિક ગૃહોને સીએસઆર અંતર્ગત કુપોષિત બાળકો અને ટીબીના દર્દીઓને પોષ્‍ટિક આહાર તથા જરૂરી વિટામીન્‍સ દવાની કરેલી વ્‍યવસ્‍થાના પરિણામે આજે પ્રદેશમાં 40 ટકા જેટલા ટીબીના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે.
સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગે પણ કોરોના રોગચાળાની સાથે સાથે ટીબીના પરિક્ષણ અને નિયંત્રણ માટે પોતાના સતત પ્રયાસો જાળવી રાખ્‍યાહતા. સંઘપ્રદેશમાં આરોગ્‍ય સેવાને લોકાભિમુખ અને અસરકારક બનાવવા પ્રશાસન હંમેશા પ્રયત્‍નશીલ રહ્યું છે. સંઘપ્રદેશ પ્રશાસને 2023માં દાદરા નગર હવેલી અને દમણ-દીવને ટીબી મુક્‍ત બનાવવાનો સંકલ્‍પ જાહેર કર્યો છે. જેમાં એક નાગરિક તરીકે આપણી પણ કેટલીક જવાબદારીઓ બને છે. સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલા સ્‍વચ્‍છતા આંદોલનને આપણી આદત બનાવી ગંદકી નહી કરીશું કે ખુલ્લામાં થુંકશુ નહી તો પણ ટીબી જેવા ભયાનક રોગચાળાને ફેલાતો રોકવા આપણે સહભાગી બની શકીશું.
પ્રજાના સહયોગ વગર કોઈપણ સંકલ્‍પ ફક્‍ત પ્રશાસનના પ્રયાસથી સફળ નથી થતા. તેથી 2023માં દાદરા નગર હવેલી અને દમણ-દીવને ટીબી મુક્‍ત બનાવવાના અભિયાનમાં આપણે દરેકે નાની નાની વાતની કાળજી રાખી ટેકો આપી તે આજના સમયની માંગ છે અને રાષ્‍ટ્ર હિત પણ છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઔદ્યોગિક અને પ્રવાસનની સાથે સાથે હેલ્‍થ ટૂરીઝમના વિકાસની પણ વિપુલ તકો રહેલી છે. આ સંઘપ્રદેશનું વાતાવરણ દરેક મોસમમાં અનુラકૂળ છે. વન અને સમુદ્ર પણ મૌજુદ છે. સુપર સ્‍પેશ્‍યાલીટી ધરાવતી હોસ્‍પિટલની જ ફક્‍ત કમી છે. સુપ્રસિદ્ધ ડોક્‍ટરોની ટીમ હોય અને દરેક ઈલાજ થઈ શકે એવી સવલત હોય તો દેશ-વિદેશથી અનેક દર્દીઓ અહીંસારવાર માટે લાઈન લગાવી શકે છે.

Related posts

ચીખલીમાં ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

રાનકુવામાં પરિવાર કરિયાણાનો સામાન લેવા જતા તસ્‍કરો ધોળા દિવસે રૂા.1.94 લાખની મત્તા ચોરી પલાયન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

Leave a Comment