April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિતે ટીબી અઠવાડિયાનો પ્રારંભ કરાયો:  રખોલી પીએચસી ખાતેથી વાનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી આરોગ્‍ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિતે રખોલી પીએચસી ખાતેથી ટીબી અઠવાડિયાનો પ્રારંભ કરવામા આવ્‍યો હતો. દર વર્ષે 24મી માર્ચના રોજ આખા વિશ્વમાં વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ભારતને 2025 સુધીમા ટીબી મુક્‍ત બનાવવાનો નિર્ણય લીધો છે દાનહ અને દમણ દીવ પ્રસાશને 2023 સુધીમા ટીબી મુક્‍ત પ્રદેશ બનાવવાનો નિર્ણય લીધો છે.
પશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને આરોગ્‍ય સચિવ ડો.એ.મુથમ્‍માના માર્ગદર્શનમા દાનહ અને દમણ દીવના ટીબી વિભાગે પ્રદેશમા ટીબી રોગીઓમા 40 ટકાથી વધુ ઘટાડો લાવવામા આવ્‍યો છે. જેના માટે ભારત સરકાર દ્વારા દિલ્‍હી ખાતે ટીબી મુક્‍ત પ્રયાસ માટે સિલ્‍વર મેડલ આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા. આ લક્ષ્ય સુધી પહોચવા માટે પ્રશાસન અને ટીબી વિભાગે પ્રદેશમાં ઘરે ઘરે જઈ ટીબી શોધ અભિયાન, ટીબીના દર્દીઓને પ્રોટીન પાવડર, એયર બોર્ન ઇન્‍ફેક્‍શન કંટ્રોલ કીટ વિતરણ, દર્દીનાપરિવારના દરેક સભ્‍યમા પણ છુપાયેલ ટીબીનું પરીક્ષણ અને ઈલાજ કરવામા આવ્‍યુ હતું.
દરેક ગામોમા ટીબી અભિયાન અંગે જાગળકતા લાવી આ ઉપલબ્‍ધી -ાપ્ત કરી છે.આ વર્ષે વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠનનો નારો છે કે ટીબીને ખતમ કરવા માટે સહયોગ કરે જીવન બચાવો -સાશકના નિર્દેશન અને સ્‍વાસ્‍થ્‍ય સચિવ,મિશન નિર્દેશક,સ્‍વાસ્‍થ્‍ય નિર્દેશક અને રાજ્‍ય ક્ષય નિયંત્રણ અધિકારીના માર્ગદર્શનમા 15થી 31માર્ચ સુધી દાનહ અને દમણ દીવના દરેક ઉપજીલ્લા હોસ્‍પીટલ,-ાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર,સબ સેન્‍ટર અને હાટ બજારમા જાગળકતા અભિયાનનુ આયોજન કરવામા આવેલ છે આ વિશ્વ ટીબી દિવસ નિમિતે 92સંકલ્‍પ સભા આયોજીત કરવામા આવી જેમા આરોગ્‍ય કર્મચારી આશા વર્કર ટીબીના દર્દીઓ ટીબી ચેમ્‍પીયન અને વિદ્યાર્થીઓ મળી 6700થી વધુ લોકોએ ભાગ લઇ દરેકે ટીબી મુક્‍ત શપથ લીધા હતા.
આ જાગરૂકતા અભિયાનમાં ટીબીની જાણકારી માટે ટીબી જાગરૂકતા રથ રખોલી પીએચસી ખાતેથી લીલી ઝંડી બતાવી રવાના કરવામા આવ્‍યો હતો. આ રથના માધ્‍યમ દ્વારા આખા અઠવાડિયા દરમ્‍યાન પ્રદેશમા ટીબી પ્રત્‍યે જાગરૂકતા લાવવા માટે વિડીયો/ઓડિયો પેમ્‍પલેટ દ્વારા જાગળત કરવામા આવશે. જો બે અઠવાડિયાથી વધુ સમય ખાંસી હોય તો ડબ્‍બીમાં કફ આપી તપાસ અવશ્‍ય કરાવવુ કફમાં જો ટીબીના કીટાણુ હોય તો ડોટ્‍સઅપનાવીને ટીબી ખતમ કરી શકાય છે. આ ડોટ્‍સ કંઈપણ નથી સેવાની નિશાની છે. ટીબીની બીમારી સંપૂર્ણ સારવાર દ્વારા મટાડી શકાય છે. જો ઈલાજ પૂર્ણ નહી કરવામા આવે અથવા અનિયમિત દવા લેવામા આવે તો ટીબીનો ઈલાજ મુશ્‍કેલ બને છે, આગળ જતા દર્દી ડ્રગ રેસિસ્‍ટંટ ટીબીમા બદલાઈ શકે છે જેથી પૂર્ણ કોર્સ પાકો ઈલાજનો નારો અપનાવી ટીબીને ખતમ કરો અને જો ટીબીના લક્ષણ જોવા મળે તો તત્‍કાલિક પોતાનું પરીક્ષણ કરાવી દાનહ અને દમણ દીવને ક્ષય મુક્‍ત કરવાના કાર્યમાં ભાગીદાર બની આરોગ્‍ય વિભાગને સહયોગ કરવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

ચીખલી-ખેરગામ રસ્‍તા પર અકસ્‍માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતા

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

વલસાડની એન.એચ. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં 13 મેડલ જીત્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment