January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ પંચાયત દ્વારા આજરોજ ખાસ સામાન્‍ય સભા સાથે સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત કરવા માટે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વન ટાઈમ યુઝ પ્‍લાસ્‍ટિક ઉપર સરકારશ્રીએ બનાવેલા કાયદા પાલન કરાવવામાં નિષ્‍ફળ ગયેલા જવાબદાર વિભાગને સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમ દ્વારા કરવામાં આવીરહેલા મદદના પ્રયાસની સરીગામની જનતામાં નોંધ લેવામાં આવી છે.
આ પ્રસંગે પંચાયત દ્વારા એક કંપની દ્વારા ડોનેટ કરવામાં આવેલી કાપડની થેલીઓની વહેંચણી કરી પ્‍લાસ્‍ટિકની થેલીઓ વપરાશમાં નહીં લેવામાં આવે એવી સૂચનાઓ આપવામાં આવી હતી. હવે સરીગામના શિક્ષિત અને જાગૃત સરપંચની જાગૃત પ્રજા આ સૂચનાનો અમલ કેટલા અંશે કરશે એ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલમાં પ્રજામાં પ્રદૂષણના મુદ્દે ભયનું વાતાવરણ ફેલાયેલું છે. સરીગામની વેમ પેટ્રો કેમ કંપનીની હોનારતની દર્દનાક ભોગ લેનારી ઘટેલી ઘટના અને એનો નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલમાં રજૂ થયેલો તપાસ અહેવાલ પછી સરીગામની જનતા અસુરક્ષિત હોવાનું અનુભવી રહી છે.
સરીગામ જીઆઈડીસીમાં અને સરીગામ પંચાયત હદમાં કાર્યરત કંપનીઓનુ નિયમ ઉલ્લંઘન કરવાની નીતિ અને એમના દ્વારા ફેલાવવા આવતું વાયુ, ધ્‍વનિ અને પ્રવાહી પ્રદૂષણ પર અંકુશ આવી શકયો નથી. હાલમાં નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલમાં સરીગામની કેટલીક કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે. એન્‍વાયરમેન્‍ટની મંજૂરી રીન્‍યુ કરવા વગર ચાલતી કંપની સામે સવાલ ઉભો થતાં એનજીટીએ જીપીસીપી પાસે આ કંપનીનું બાય પ્રોડક્‍ટ હેઝાર્ડ કે નોન હેઝાર્ડ છે એનો રિપોર્ટ રજૂ કરવા માટે બે અઠવાડિયાની મુદ્દત આપી હતી.હવે આ રિપોર્ટ જીપીસીપી દ્વારા રજુ કરવામાં આવ્‍યું છે કે નહીં એની જાણકારી પ્રાપ્ત થઈ નથી પરંતુ કંપનીઓને જવાબદાર વિભાગ અને આગેવાનો દ્વારા પીઠબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જેનું પરિણામ સરીગામની જનતા ભોગવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ મુદ્દે સરીગામના જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી દિપકભાઈ મિષાીએ પણ નોંધ લેવાની જરૂર છે.

Related posts

ગુજરાત બોડી બિલ્‍ડર્સ એસોસિએશનના ઉપક્રમે દાનહઃ ડોકમરડી સ્‍થિત ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં ગુજરાત બોડી બિલ્‍ડીંગ અને ફિટનેશ ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી ઊંઝા એસ.ટી. સિલ્‍પર કોચ રૂટ વાપીથી બંધ કરી એસ.ટી. નિગમે ઓછી આવકને લઈ ધરમપુરથી ચાલુ કર્યો

vartmanpravah

ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-10 માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

Leave a Comment