January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

શિક્ષણ વિભાગ ઓફિસમાંથી કોઈ રપ હજારનું લેપટોપ તફડાવી ગયું 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25
કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં આજે શુક્રવારે ધોળે દિવસે ચોરીનો બનાવ બનતા તાલુકા પંચાયતની કચેરી પણ સલામત નથી, તેવી ઘટના ઘટી હતી. કોઈ ચોર ઈસમ શિક્ષણ વિભાગની ઓફિસમાંથી રપ હજારનું લેપટોપ ચોરી ગયાનીફરિયાદ નોંધાઈ છે.
કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં મહેકમની ઘટ હોવાથી શિક્ષણ વિભાગના કર્મચારી અન્‍ય વિભાગમાં ફરજ બજાવતા હોય છે તેથી આજે સુમસામ રહેલી શિક્ષણ ઓફિસમાંથી રપ હજારનું લેપટોપ ચોરી થવા પામ્‍યું હતું. તેની જાણ જુનિયર ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા રીયાબેન કાન્‍તીભાઈ પટેલેને થતા તેમણે અન્‍ય સ્‍ટાફને ચોરી થયાની જાણ કરી હતી. આ ચોરીના બનાવની ફરિયાદ કપરાડા પોલીસમાં નોંધાવાઇ હતી. અલબત ધોળા દિવસે થયેલી ચોરી અત્રે એ સુચિત કરી જાય છે કે કચેરીના અન્‍ય સામાન અને દસ્‍તાવેજોની સલામતિ કેટલી?

Related posts

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને સુરત ઝોન કક્ષાની ‘‘શ્રી અન્ન” (મિલેટ્‍સ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં તહેવારો અંતર્ગત પોલીસે બેંક, આંગડીયા, વેપારી એસો. જ્‍વેલર્સના કર્મચારીઓ સાથે મિટિંગ યોજી

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

પાવાગઢમાં જૈન મૂર્તિઓ સાથે થયેલી છેડછાડના વિરોધમાં વલસાડ સમસ્‍ત જૈન સંઘોએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

ઉદવાડા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા મામલો ઉગ્ર બન્‍યો : બે હજાર ઉપરાંતનું ટોળું સ્‍ટેશન કચેરી ઉપર રેલી કાઢી પહોંચ્‍યુ

vartmanpravah

Leave a Comment