Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.25
ભીલાડ પોલીસ મથક દ્વારા અટકાયતમાં કરેલા વાહનને પાર્કિંગ કરવા માટે તલવાડા ખાતે નેશનલ હાઇવે નંબર 48 ની નજીક બનાવેલું યાર્ડમાં આજરોજ બપોરના અરસામાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની તીવ્રતા ઝડપભેર આગળ વધતા ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવે તે પહેલા 20 જેટલા વાહનો સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગયા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ભીલાડ પોલીસ મથકના પીએસઆઇ ભગવતસિંહ રાઠોડના જણાવ્‍યા અનુસાર આગ પ્રથમ ફોરવીલ વાહનમાં લાગી હતી અને એફએસએલના રિપોર્ટ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Related posts

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

Leave a Comment