October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

કપરાડા માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરેલ ડિઝલના 840 લીટર જથ્‍થો ભરેલ 24 કારબા ઝડપાયા

પોલીસ જોઈ જતા ચાલક સહિત ત્રણ જણા ટ્રક છોડી ભાગી ગયા : 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
વલસાડ વિસ્‍તારમાં હાઈવે હોટલ પર પાર્ક કરેલ ટ્રકોમાંથી ડિઝલચોરીનું રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કપરાડા, માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરીના ડિઝલના ર4 કારબામાં ભરેલ 840 લીટર ડિઝલનો જથ્‍થો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કપરાડા પોલીસને મળેલી બાતમી આધારે કપરાડા નાસીક રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નં.એમ.પી.07-એનબી-2545ને પોલીસે અટકાવવાનો પ્રયત્‍ન કર્યો હતો. ટ્રક ધરમપુર તરફ ચાલક દોડાવી ગયો હતો. આગળ જંગલ જેવા વિસ્‍તારમાં ટ્રક છોડી ડ્રાઈવર સહિત ત્રણ ઈસમો જંગલમાં નાસી ગયા હતા.
પોલીસે ટ્રકમાં મળેલ ડિઝલ ભરેલ કારબા નં. 24મા 840 લીટર ડિઝલનો જથ્‍થો કિ.રૂા. 78 હજાર તથા ટ્રક મળીને 15,78,600 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આગળની તપાસ કપરાડા પોલીસ કરી રહી છે.

Related posts

બીલીમોરાની માનસિક અસ્‍થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ દ્વારા મુંબઈ ખાતે ત્રી દશાબ્‍દિ મહોત્‍સવ (પર્લ જ્‍યુબીલી) : 2024 યોજાયો

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

Leave a Comment