Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે: દમણના ચર્ચાસ્‍પદ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ મારામારી ઘટનામાં જયેશ પટેલ સહિતના 3 આરોપીઓ સામે વધુ 23મી સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

અન્‍ય આરોપીઓ જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
‘દમણમાં હવે ભાઈગીરી નહીં ચાલે’ની ઘટનાની પ્રતિતિ ગત તા.13મી સપ્‍ટેમ્‍બરે કોલેજ રોડ ઉપર આવેલ ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટમાં ખાણી-પીણીની પાર્ટીમાં બેઠેલા દુણેઠાના જયેશ નાનુ પટેલ અને અન્‍ય 20 થી 25 મિત્રોએ તેમના જ મિત્ર ગૌતમ કાંતિભાઈ પટેલ અને બીજા સાથે કરેલી મારપીટની ઘટનામાં આજે પોલીસ રિમાન્‍ડ પૂર્ણ થતાં ધરપકડ કરાયેલા આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા ફરી (1)જયેશ નાનુભાઈ પટેલ, (2)તોરલ ઉર્ફે તરૂ સતિષ હળપતિ અને (3)સાનુ તેજબહાદુર સરોજને વધુ 23મી સપ્‍ટેમ્‍બર સુધી પોલીસ રિમાન્‍ડ આપવાનો આદેશ જારી કર્યો છે. જ્‍યારે અન્‍ય ધરપકડ કરાયેલા આરોપીઓને 14મી ઓક્‍ટોબર સુધી જ્‍યુડિશિયલ કસ્‍ટડી મંજુર કરાઈ છે.
અત્રે નોંધનીય છે કે, ગત તા.13મી સપ્‍ટેમ્‍બર 2021ના રોજ દમણ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદી કાંતિભાઈ પટેલે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તેઓ અનેઅન્‍ય મિત્રોની સાથે ફોરર્ચ્‍યુન વર્લ્‍ડ એપાર્ટમેન્‍ટ કોલેજ રોડ નાની દમણ ખાતે ખાવા-પીવાની પાર્ટી ઉપર બેઠા હતા. જ્‍યાં દુણેઠાના જયેશ નાનુ પટેલ અને અન્‍ય 20 થી 25 જેટલા મિત્રોએ ફરિયાદી અને તેમના મિત્રો સાથે મારપીટ કરી ઈજા પહોંચાડી હતી અને ફરિયાદીના ખિસ્‍સામાંથી રોકડા રૂા.6000 અને ગળામાં પહેરેલ 7 તોલા ચેન આરોપી દ્વારા ઝૂંટવી લેવામાં આવી હતી અને જયેશ નાનુ પટેલ તથા તેમના મિત્રોએ ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેના સંદર્ભમાં દમણ પોલીસે 397, 506(2), આરડબ્‍લ્‍યુ34 આઈપીસી અંતર્ગત ગુનો નોંધી 9 આરોપીઓની ધરપકડ કરી હતી.

Related posts

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ પોલિસી લોન્‍ચ કરી

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

દીવના પર્યટન સ્‍થળ તરીકે પ્રખ્‍યાત નાગવા બીચ ખાતે આવેલ ફુડ સ્‍ટોલની હરાજી

vartmanpravah

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah

Leave a Comment