32 ચેકપોસ્ટ ઉપર બે ડી.વાય.એસ.પી., 14 પીઆઈ., 35 પી.એસ.આઈ. અને 350 પોલીસ જવાનોનો કાફલો ખડકાયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લા પોલીસે નાતાલ બાદ સમગ્ર જિલ્લાની બોર્ડર, ચેકપોસ્ટ ઉપર થર્ટી ફર્સ્ટને ધ્યાને લઈ જબરજસ્થ ચાર દિવસની ડ્રાઈવ ચલાવી હતી. જેમાં કુલ 911 ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ અને પીધેલાઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલાએ આજે મીડિયાને આપેલી માહિતી અનુસાર થર્ટી ફર્સ્ટ અને નાતાલની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે પોલીસે તા.28 માર્ચથી 31 માર્ચ સુધી તમામ ચેકપોસ્ટ ઉપરમેગા પોલીસ ડ્રાઈવર ચલાવી હતી. આ ડ્રાઈવ બે ડી.વાય.એસ.પી., 14 પી.આઈ., 35 પી.એસ.આઈ. તેમજ 350 પોલીસ અને જી.આર.ડી. જવાનો ડયુટી ઉપર રાઉન્ડ ક્લોક તહેનાત કરાયા હતા. આ ડ્રાઈવ 911 જેટલા પીધેલા અને ડ્રીન્ક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 1490 જેટલા કેસ થયા હતા. તેની સામે આ વર્ષે આંકડો ઘટયો છે. પોલીસનો મીડિયા માધ્યમથી ચલાવાયેલ પ્રચાર-પ્રસારની અસર જોવા મળી હતી. તેમજ લોકો પણ સતર્ક બની થર્ટી ફર્સ્ટમાં દમણ જવાનું ટાળ્યું હતું.