April 24, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

દાનહ અને દમણ-દીવના ગ્રાહકોને વધુ સારા ગ્રાહક અનુભવ, નવીનતમ ડિજિટલ ટેક્‍નોલોજી સાથે સુવિધાની વિશ્વસનીયતામાં સુધારણાનો ટોરેન્‍ટ પાવરના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર-ડિસ્‍ટ્રીબ્‍યુશન વરુણ મહેતાનો દાવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
ટોરેન્‍ટ પાવરે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં વીજ વિતરણ કામગીરીને ઔપચારિક ટેકઓવર કરવાની આજે જાહેરાત કરી હતી. દાદરા નગર હવેલી, દમણ અને દીવ એ ભારત સરકારના મહત્‍વાકાંક્ષી કાર્યક્રમ હેઠળ એક સ્‍પર્ધાત્‍મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં વિતરણ નેટવર્કનું ખાનગીકરણ કરવામાં આવનાર પ્રથમ કેન્‍દ્ર શાસિત પ્રદેશ છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં 1.5 લાખ ગ્રાહકોને હવે નવી રચાયેલી કંપની – દાદરા અને નગર હવેલીઅને દમણ અને દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડ (ડીએનએચડીડી પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન) મારફત ટોરેન્‍ટ પાવર દ્વારા સેવા આપવામાં આવશે. નવી રચાયેલી કંપનીમાં ટોરેન્‍ટ પાવર 51% હિસ્‍સો ધરાવે છે અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક પાસે બાકી 49% હિસ્‍સો હશે. ડીએનએચડીડી પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કંપની પાસે 1.5 લાખની ગ્રાહક સંખ્‍યા, વાર્ષિક 9 અબજ યુનિટ પાવરનું વેચાણ અને લગભગ રૂા.4,500 કરોડની વાર્ષિક આવક હશે.
ઝફણ્‍ઝઝ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કંપની પાસે 1.5 લાખનો ગ્રાહક આધાર હશે, વાર્ષિક 9 બિલિયન યુનિટ પાવરનું વેચાણ અને લગભગ રૂા.4,500 કરોડની વાર્ષિક આવક હશે.
ભૂતકાળમાં ટોરેન્‍ટ પાવરે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેરોમાં, મહારાષ્‍ટ્રમાં ભિવંડી, શીલ, મુંબ્રા અને કાલવા અને ઉત્તર પ્રદેશમાં આગ્રામાં વિતરણ નેટવર્કને હસ્‍તગત કર્યું છે અને સફળતાપૂર્વક ટર્નઅરાઉન્‍ડ કર્યું છે. ટોરેન્‍ટ પાવરે ટેક્‍નોલોજીમાં રોકાણ કરીને અને કામગીરીને લગતી કાર્યક્ષમતામાં સુધારો કરીને વીજળીની ઉપલબ્‍ધતા અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે અને ખ્‍વ્‍્રૂઘ્‍ નુકસાનમાં ઘટાડો કર્યો છે.
ટોરેન્‍ટ પાવર એ ભારતની પ્રથમ અને એકમાત્ર પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કંપની પણ છે જે પર્યાવરણીયટકાઉપણા માટે પ્રતિષ્‍ઠિત 5 સ્‍ટાર રેટિંગ તેમજ બ્રિટિશ સેફટી કાઉન્‍સિલ યુકે તરફથી વ્‍યાવસાયિક સ્‍વાસ્‍થ્‍ય અને સલામતી માટે સ્‍વોર્ડ ઓફ ઓનર જીતી છે. આ ઉપરાંત, ટોરેન્‍ટ પાવર એવી કેટલીક પાવર યુટિલિટીઓમાંથી એક છે કે જેણે ત્‍લ્‍બ્‍ 9001:2015- ક્‍લોલિટી મેનેજમેન્‍ટ સિસ્‍ટમ, 140001:2015- એન્‍વાયરમેન્‍ટ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ, 45001:2018- ઓક્‍યુપેશનલ હેલ્‍થ એન્‍ડ સેફટી મેનેજમેન્‍ટ સિસ્‍ટમ, 50001:2018- એનર્જી મેનેજમેન્‍ટ સિસ્‍ટમ અને 55001:2014- એસેટ મેનેજમેન્‍ટ સિસ્‍ટમને આવરી લેતી સંકલિત વ્‍યવસ્‍થાપન સિસ્‍ટમ અમલમાં મૂકી છે.
આ પ્રસંગે ટોરેન્‍ટ પાવરના એક્‍ઝિક્‍યુટિવ ડાયરેક્‍ટર-ડિસ્‍ટ્રીબ્‍યુશન, શ્રી વરૂણ મહેતાએ જણાવ્‍યું હતું કે, ‘‘અમને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના લોકોની સેવા કરવાની અને ટોરેન્‍ટ પાવર જેના માટે કટિબદ્ધ છે તે વિશ્વસનીયતા અને સેવાના ઉચ્‍ચ ધોરણો તેમના સુધી લાવવાની તક મળતાં આનંદ થાય છે. આગામી મહિનાઓ દરમિયાન, ટોરેન્‍ટ પાવર વધુ વિશ્વસનીયતા, ઓપરેશનલ કાર્યક્ષમતા અને ગ્રાહક સેવા દ્વારા નોંધપાત્ર રીતે વધુ સારો ગ્રાહક અનુભવ લાવવાનો પ્રયત્‍ન કરશે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના ઉમેરા સાથે, ટોરેન્‍ટ પાવરે વીજ વિતરણ ક્ષેત્રમાં તેના નેતૃત્‍વની સ્‍થિતિને નોંધપાત્ર રીતે મજબૂત કરી છે.
કેન્‍દ્ર શાસિતપ્રદેશના ગ્રાહકો વધુ સારા ગ્રાહક અનુભવ અને સગવડ માટે વિશ્વસનીયતામાં સુધારણા અને નવીનતમ ડિજિટલ ટેક્‍નોલોજીની અપેક્ષા રાખી શકે છે. અત્‍યાધુનિક સેવા કેન્‍દ્રો, વિશેષતાઓથી ભરપૂર મોબાઈલ એપ અને એક વ્‍યાપક સેવા પોર્ટલ એવી કેટલીક પહેલ છે જે આગળ જતાં શરૂ કરવામાં આવશે અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં સેવાની ડિલિવરીમાં મોટા પ્રમાણમાં વધારો કરશે.
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના ગ્રાહકો અમારો ઈમેઈલ ણૂંઁઁફૂણૂદ્દ.ફુઁત્ર્ફુફુક્‍દ્દંશ્વશ્વફૂઁદ્દષ્ટંરૂફૂશ્વ.ણૂંળ અથવા રૂરૂરૂ.દ્દંશ્વશ્વફૂઁદ્દષ્ટંરૂફૂશ્વ.ણૂંળ પર અથવા અમારા 24×7 કોલ સેન્‍ટર 9099991912 / 18002339500 / 18002705551 પર સંપર્ક કરી શકે છે.
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં કામગીરી હાથ ધરવા સાથે, ટોરેન્‍ટ પાવર પાસે હવે 12 શહેરોમાં કુલ 3.8 મિલિયન ગ્રાહક આધાર હશે અને 24 અબજ યુનિટ પાવરનું વાર્ષિક વેચાણ થશે અને ગુજરાત, મહારાષ્‍ટ્ર, ઉત્તર પ્રદેશ અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં તેના લાયસન્‍સ ધરાવતા અને ફ્રેન્‍ચાઈઝ્‌ડ વિસ્‍તારોમાં 5000 પ્‍ષ્‍ની ટોચ માંગ હશે.
———-

Related posts

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

vartmanpravah

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

Leave a Comment