તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાંવિત તથા હોદેદારોએ ટ્રક ભરી ગ્રાવેલ મંગાવી ખાડા પુરી શ્રમયજ્ઞ કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: પારડીથી કપરાડા જતો નેશનલ હાઈવે ઉપર નાનાપોંઢા ચાર રસ્તા નજીક લાંબા સમયથી પડેલા મસમોટા ખાડાને પુરવામાં હાઈવે ઓથોરિટી કે સ્થાનિક રાજકીય નેતાઓ કોઈ રસ નથી દાખવતા કપરાડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રમેશ ગામીત અને આગેવાન નાસીર પઠાણ સહિતનાઓએ મેદાનમાં આવી ટ્રક ભરી ગ્રાવલ મંગાવી મસમોટા ખાડાઓ પૂરી વાહન ચાલકો માટે રાહત ઊભી કરી છે. ટ્રાફિકથી સતત ધમધમતા નાનાપોંઢા ચાર રસ્તા ઉપર જ લાંબા સમયથી પડેલા ખાડા અંગે હાઈવે ઓથોરિટીને કરેલી રજૂઆત બાદ પણ ખાડાઓ ન પુરાતા વાહન ચાલકો તેમાં પડતાં આખરે સ્થાનિક નેતાઓ મેદાનમાં આવ્યા અને ખાડાઓ પૂર્યા હતા.
તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ રમેશ ગાંવિતે જણાવ્યું કે, હાઈવે ઓથોરિટીના વલસાડનાં અધિકારી પવનભાઈ, ભરૂચના અધિકારી ભરતભાઈને રજૂઆત કરી હતી. તો સાથે ગત રવિવારે નાનાપોંઢા સેવા સેતુકાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. જો કે કોઈ ઉકેલ ન આવતા આખરે લોકોની સલામતી માટે ટ્રક ભરી ગ્રાવલ મંગાવી ખાડો પૂરવાની ફરજ પડી છે.