January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

જેઈઆરસી દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વીજદરમાં કરાયેલો વધારો

પ્રદેશના વિદ્યુત તંત્રને ખાનગી હાથોએ હસ્‍તગત કર્યા બાદ જેઈઆરસી દ્વારા લેવાયેલો નિર્ણય પ્રદેશ માટે નથી દેખાતા સારા સંકેતના એંધાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટોરેન્‍ટ પાવર સંચાલિત દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન (ડીએનએચ-ડીડી-પીડીસીએલ) દ્વારા વિદ્યુત વિભાગમાં 51 ટકા હિસ્‍સો હસ્‍તગત કરાયા બાદ જેઈઆરસી દ્વારા ભાવ વધારો કરાતા પ્રદેશના 1 લાખ 50 હજારકરતા વધુ વીજ ગ્રાહકો ઉપર બોજ પડતાં નારાજગી ઉભી થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવમાં ડોમેસ્‍ટિક વીજદર પ્રતિ 100 યુનિટ સુધી 20 પૈસા, 400 યુનિટ સુધી 30 પૈસા અને 400 યુનિટથી વધુના વપરાશ ઉપર 40 પૈસા પ્રતિ યુનિટ વધારો કરાયો છે. કોમર્શિયલમાં 35 પૈસા, ઈન્‍ડસ્‍ટ્રીઝમાં 25 પૈસા અને કૃષિ ઉપર પણ 15 થી 25 પૈસાનો પ્રતિ યુનિટ વધારો કરવામાં આવ્‍યો છે. કૃષિ ઉપર છેલ્લા 10 થી 12 વર્ષમાં પહેલી વખત વધારો કરાતા લોકોમાં આヘર્ય પણ જોવા મળી રહ્યું છે.
દાદરા નગર હવેલીમાં ડોમેસ્‍ટિક વિદ્યુત દર પ્રતિ 50 યુનિટ સુધી 20 પૈસા, કોમર્શિયલ 25 પૈસા, ઈન્‍ડસ્‍ટ્રીઝમાં 15 થી 20 પૈસા, કૃષિમાં 15 થી 25 પૈસા પ્રતિ યુનિટ વધારો કરવામાં આવ્‍યો છે. સંઘપ્રદેશના ત્રણે જિલ્લામાં સરેરાશ 15 થી 40 પૈસા જેટલો વધારો કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, 1લી એપ્રિલ, 2022 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગનો ગુજરાતની ટોરેન્‍ટ પાવર કંપનીએ નિર્મિત ડીએનએચ-ડીડી-પીડીસીએલ દ્વારા 51 ટકા હિસ્‍સો હસ્‍તગત કરાયો છે. પ્રદેશમાં વિદ્યુત વિભાગને ખાનગી હાથોએ હસ્‍તગત કર્યા બાદ ભાવ વધારાના લાગેલા ઝટકાથી લોકો પણ ચિંતતિ બન્‍યા છે. આવતા દિવસોમાં વધુ ભાવ વધારો તો ડીએનએચ-ડીડી-પીડીસીએલ દ્વારા ઝીંકવામાં તોનહીં આવે ને?

જેઈઆરસી દ્વારા ઝીંકાયેલા ભાવ વધારા સામે પ્રશાસન અને ડીએનએચ-ડીડી-પીડીસીએલએ એપેલેટ કોર્ટ સમક્ષ દાદ માંગવી જરૂરી

પ્રદેશના દોઢ લાખ જેટલા વીજ ગ્રાહકોના હિતના રખેવાળીનો પ્રશ્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ કે નિગમ દ્વારા જેઈઆરસી સમક્ષ વિદ્યુત દરમાં વધારો કરવાનો કોઈ પ્રસ્‍તાવ નહીં રાખવા છતાં કરાયેલા ભાવ વધારાએ સ્‍થાનિક લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજગ્રાહકો માટે 2022-23માં જેઈઆરસી દ્વારા જારી કરવામાં આવેલ નવા ટેરિફ ઓર્ડરમાં ડોમેસ્‍ટિક, કૃષિ, કોમર્શિયલ અને ઈન્‍ડસ્‍ટ્રીઝના વીજદરોમાં કરાયેલો વધારો પ્રદેશ માટે સારો સંકેત નહીં હોવાનું તારણ નિકળી રહ્યું છે. 2022-23ના વર્ષ માટે જેઈઆરસી દ્વારા કરાયેલી સુનાવણીમાં દમણ-દીવના વિદ્યુત વિભાગ અને ડીએનએચ પીડીસીએલએ કોઈપણ પ્રકારના ભાવ વધારાનો પ્રસ્‍તાવ પોતાના એઆરઆરમાં નહીં રાખવામાં આવ્‍યો હતો. છતાં પણ જેઈઆરસી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાથી પ્રદેશના લોકોમાં અનેક શંકા-કુશંકા પેદા થઈ છે.
ભૂતકાળમાં જ્‍યારે જ્‍યારે પણ ભાવ વધારાના પ્રસ્‍તાવ વગરજેઈઆરસી દ્વારા કરાયેલા ભાવ વધારા સામે પ્રશાસને એપેલેટ કોર્ટમાં અપીલ કરી ભાવ ઓછો કરાવવા સફળ રહ્યા હતા. આ વખતે પણ સંઘપ્રદેશ પ્રશાસન અને નવનિર્મિત ડીએનએચ-ડીડી-પીડીસીએલ જેઈઆરસી દ્વારા કરાયેલા ભાવ વધારા સામે એપેલેટ કોર્ટમાં દાદ માંગી પ્રદેશના દોઢ લાખ જેટલા વીજ ગ્રાહકોના હિતની રખેવાળી કરે એવી માંગ બુલંદ બની છે.

Related posts

વલસાડ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમ્‍યાન ગ્રૂપ બુકિંગ હેઠળ એકસ્‍ટ્રા બસોનું સંચાલન કરાશે

vartmanpravah

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા પુલ ઉપર ફરીવાર ખાડો પડતા દોડ મચી

vartmanpravah

દાનહમાં ગુરૂવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

Leave a Comment