January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

ઉપ પ્રમુખ તરીકે દીપકભાઈ ગુપ્તા, સેક્રેટરી નીરજભાઈ પુઠ્ઠાવાલા, ખજાનચી વિપુલભાઈ પંચાલ, સહમંત્રી નિતીનભાઈ હિરાણી અને અમૃતભાઈ પટેલની કરવામાં આવેલી નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.03

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે શ્રી જીગ્નેશભાઈ બારીની એક્‍ઝિક્‍યુટીવ કમિટી દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ગતરોજ યુઆઇએના સભાખંડમાં ઇલેક્‍શન કમિટી અને અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિમાં મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે શ્રી જીગ્નેશભાઈ બારીના નામની આવેલી દરખાસ્‍ત સામે તમામ એક્‍ઝિક્‍યુટિવ કમિટી મેમ્‍બરોએ માન્‍યતા આપી હતી. આ સાથે જ યુવા ઉદ્યોગપતિ શ્રી જીગ્નેશભાઈ બારીએ પૂર્વ પ્રમુખ શ્રી ભગવાનભાઈ ભરવાડ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમર્થકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને ભવિષ્‍યમાં તમામના સહયોગ અને માર્ગદર્શનથી  ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર  ઉપરાંત ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તાર અને ઉદ્યોગોના હીતમાં કામો કરવાની ખાતરી આપી હતી.

યુઆઇએના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારીની ટીમમાં ઉપ પ્રમુખ તરીકે શ્રી દીપકભાઈ ગુપ્તા, સેક્રેટરી શ્રી નીરજભાઈ પુઠ્ઠાવાલા, ખજાનચી શ્રી વિપુલભાઈ પંચાલ અને જોઇન્‍ટ સેક્રેટરી તરીકે શ્રી નીતિનભાઈ હિરાણી અને શ્રી અમૃતભાઈ પટેલની નિમણૂકકરવામાં આવી હતી.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

vartmanpravah

વાપીમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ.માં હિન્‍દી કવિ સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

દાનહ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 12મી એપ્રિલના શુક્રવારે સેલવાસ રિવર ફ્રન્‍ટ ઉપર ‘ફન સ્‍વીપ ડીએનએચ-2024’નું થનારૂં આયોજન

vartmanpravah

Leave a Comment