April 19, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજન 7 વર્ષથીગૌસેવા કરીને 3 ગૌશાળામાં 550 ગાયોને પોષણ યુક્‍ત ખોરાક પુરો પડાય છે


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
વાપી અંબામાતા પરિસરમાં ગૌસેવાના લાભાર્થે પ્રથમવાર ભાગવત કથાનું આયોજન બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. તા.22 થી 28 મે સુધી નિયમિત સાંજના 4 કલાકથી 8 વાગ્‍યા સુધી પંડિત ગોપાલ શાષાી નિયમિત ભાગવત કથા રસ પાન કરાવશે.
વિવિધ સમાજના પ્રબુધ્‍ધને જાણીને આનંદ થશે કે અંબામાતા મંદિરમાં વાપીમાં ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા પ્રારંભ પહેલા કળશ, શોભાયાત્રા નિકળી હતી જે ગાયત્રી મંદિરથી પ્રારંભ થઈને અંબામાતા મંદિરે પહોંચી હતી. તા.22 થી 28 સુધી ચાલનાર ભાગવત કથાની આવક ગૌસેવાના લાભાર્થે વાપરવામાં આવનાર છે. કથા આયોજક બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ છેલ્લા સાત વર્ષથી ગૌસેવાનુ અભિયાન ચલાવી રહેલ છે. 7 વર્ષથી 3 ગૌશાળાઓમાં 550 ગૌમાતાઓને પોષણયુક્‍ત ખોરાક પુરો પાડવામાં આવી રહ્યો છે. કથાકાર પંડિત ગોપાલ શાસ્ત્રીજીએ નિઃસ્‍વાર્થ સેવા આપવાનું જણાવેલ છે. ટ્રસ્‍ટ દ્વારા દરરોજ 5 ટન ઘાસચારો તેમજ ઈજાગ્રસ્‍ત, બિમાર ગાયોની સારવાર સેવા પણ અવિરત ચાલુ રહે છે. ભાગવત કથાનો એકમાત્ર ઉદ્દેશ કેવળ ગૌસેવા. કોઈ ગાય માતા ભૂખી ના રહે તેવો સંસ્‍થા સતતપ્રયાસ કરી રહેલ છે. કથાનો સૌ ભાવિકોએ લાભ લેવા માટે અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

Related posts

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

સાત સમંદર પાર યુ.કે.ના લેસ્‍ટરમાં ઘટેલી ઘટનાથી દમણ-દીવની 510 વર્ષની સભ્‍યતાના હચમચી રહેલા પાયા

vartmanpravah

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

Leave a Comment