(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી અનિલ મગનલાલ પટેલ (ઉ.વ.49) (મૂળ રહે. સરૈયા પટેલ ફળીયા દૂધ મંડળીની સામે તા.ચીખલી) (હાલ રહે. એસઆરપીએફ જૂથ 11 વાવ, જી. સુરત) જે તા.08/05/2022ની સાંજના સમયે પરિવાર સાથે દક્ષિણ ભારતના પ્રવશે ગયા બાદ તા.21/05/2022 પરત વાવ (સુરત) ખાતે આવી પહોંચી કાકાનો દીકરો સરૈયા સ્થિત ઘરે આવી જોતા ઘરની આગળના મુખ્ય દરવાજાનું તાળું ખુલ્લું હોય અંદર પ્રવેશ કરી જોતા લોખંડના ચાર કબાટ, લાકડાના 3 કબાટ મળી કુલ્લે સાત જેટલા કબાટમાં મુકેલ સર સામાન વેર વિખેર હાલતમાં હોય તેમજ કબાટના લોકરમાં મુકેલ ચાંદીના ઝાંઝર, ઝુડો, વીંટી જેની કિંમત રૂા.10,000/ તેમજ એલસીડી ટી.વી. કિંમત રૂા.35,000/ મળી કુલ્લે રૂા.45,000/ની ચોરી કોઈ ચોર ઈસમ કરી ફરાર થઈ જતા બનાવની વધુ તપાસ પી.એસ.આઈ. પી.વી.વસાવા કરી રહ્યા છે.