June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ

સાંસ્‍કૃતિક કમિટીના નેજા હેઠળ યોજાયેલ સ્‍પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને ત્રીજા વિજેતા જાહેર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં સંસ્‍થાની સાંસ્‍કૃતિક કમિટી દ્વારા આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ હતી. તેમાં જુદી જુદી ફેકલ્‍ટીની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ સ્‍પર્ધા રસપ્રદ બનાવી હતી.
આર.કે. દેસાઈ કોલેજીસમાં વર્તમાનમાં ચાલી રહેલ ગણેશ મહોત્‍સવના સંદર્ભે આરતી શણગારની સ્‍પર્ધા કોલેજની સાંસ્‍કૃતિક કમિટીના નેજા હેઠળ યોજાઈ હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્‍સાહભેર ભાગ લઈને આનંદ સાથે આંતરિક કલાને ઉજાગર કરી બેનમુન આરતીની થાળીઓ શણગારી હતી. જેમાં સુસુપ્ત કલાનો નિખાર જોવા મળ્‍યો હતો. સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે ડો.સારિકા પટેલ અને ડો.કવિતા પટેલે ખુબ જ નિખાલશપણે નિર્ણાયકની ભૂમિકા અદા કરી પરિણામની જાહેરાત કરી હતી. જેમાંપ્રથમ ક્રમે જીનલ પટેલ (એસ.વાય. બી.કોમ), બીજા ક્રમે બીની પટેલ (ટી.વાય.બી.કોમ) અને ત્રીજા ક્રમે ગીતાંજલી ઝા (એસ.વાય.બી.કોમ) વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમના સુંદર આયોજન બદલ સંસ્‍થા ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈ, કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.શિતલ ગાંધી, ઈન્‍ચાર્જ આચાર્યા ડો.મિત્તલ શાહ અને ડો.અમી ઓઝાએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

નેશનલ હાઈવેના જીવલેણ બની રહેલા ખાડાઓએ વલસાડ નજીક ડુંગરીના પિતા, માતા, પૂત્રીનો ભોગ લીધો

vartmanpravah

વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્‍તો સાંસદ ધવલભાઈ પટેલએ તાત્‍કાલિક ખુલ્લો કરાવ્‍યો

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

સંભવનાથના એ તિલકમણિના ઝળહળાટ કરતાં શ્રીજીની પ્રતિભાની પ્રભાનો ચંદરવો એ અંગ્રેજના હૃદયને વધુ પ્રકાશી ગયો

vartmanpravah

Leave a Comment