October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડીમાં નાના તાઈવાડ ખાતે રહેતી હીનાબેન મુદરસર જેનુન ઓબેદિન મામોદી રહે. સુરતના લગ્ન આજથી નવ વર્ષ પહેલાં પારડી ખાતે થયા હતા અને તેઓને આઠ વર્ષનું એક સંતાન પણ છે.
તારીખ 3.5.2023 ના રોજ પારડીથી સુરત પિયર ખાતે જવા નીકળેલ હીનાબેન આજદિન સુધી પોતાના પિયર સુરત કે પારડી પરત ન ફરતા અને તમામ સગાવ્‍હાલાના ઘરે પણ મળી ન આવતા એમના પતિ જૈનુન ઓબેદિન મામોદીએ પત્‍ની ગુમ થવાની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાવી હતી.
શ્‍યામ વર્ણના એવા હીનાબેન 5.2 ઈંચ ઉચાઈ ધરાવે છે શરીરે ઓરેન્‍જ ડાર્ક કલરનો ડ્રેસ પહેરેલ હોય ગુજરાતી તથા હિન્‍દી ભાષા જાણે છે. કોઈને હીનાબેન અંગે જાણ થાય તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ દમણવાડા પંચાયતના ઉદ્યાનમાં રેડિયો ઉપર સાંભળવામાં આવ્‍યું

vartmanpravah

દમણના બે રીક્ષા ચાલકોનો દારૂ હેરાફેરીનો ગજબનો કિમીયોઃ નવા હૂડ નીચે દારૂની બાટલી સંતાડી

vartmanpravah

Leave a Comment