December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04
પારડીના ઓરવાડ ખાતે રહેતા મનીષભાઈ ભરતભાઈ ધો. પટેલ પોતાની પત્‍ની હીના પુત્ર શ્‍લોક તથા સાળી નિશા સાથે ઓરવાડથી વલસાડ હાઈવે સ્‍થિત હોટલમાં ગઈકાલે રાતે 8.00 વાગ્‍યાની આસપાસ પોતાની સ્‍વીફટ કાર નંબર જી.જે. 15 સીકે 6192 લઈ જમવા નીકળ્‍યા હતા. આ દરમ્‍યાન પારડી ચન્‍દ્રપુર નજીક એક ઈકો કાર નંબર જી.જે16 સીએચ 9959 ના ચાલકે ખૂબ નજીકથી ઓવરટ્રેક કરતા મનીષભાઈએ પોતાની કાર સર્વિસ રોડ પર લઈ ઉભી રાખતા ઈકો કાર એમની પાછળ આવી કારમાંથી ચાર જેટલા (1) નિકેત ઈશ્વરભાઈ પટેલ રહે. માછી ફળીયા માંડવા અંકલેશ્વર. (2) જયેશ હસમુખભાઈ પટેલ રહે. એજન (3) ઉમેશ શાંતિલાલ પટેલ રહે એજન (4) નિલેશ બાબુભાઈ વસાવા રહે.ભાઠાબેટ અંકલેશ્વર લોકોએ નીચે ઉતરી મનીસભાઈને ઢીક્કા-મુક્કીનો માર મારતા પત્‍ની અને સાળીએ વચ્‍ચે આવી મનીષભાઈને છોડાવ્‍યા હતા.
આ દરમ્‍યાન પારડી પોલીસ પણ સમયસર પહોંચી જતા બબાલ કરી રહેલ ચારેય ઈસમોને પકડી પોલીસ સ્‍ટેશન લાવી તપાસ દરમિયાન તેઓ નશાની હાલતમાં હોય પોલીસે પીધેલાનો પણ કેસ કરી જેલની પાછળ ધકેલી દીધા હતા.

Related posts

વલસાડ હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિંદુ પર થતા અત્‍યાચાર વિરોધમાં જનજગૃતિ રેલી યોજાઈ

vartmanpravah

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

વલસાડમાં અબ્રામા ખાતે ‘‘ડાયાબિટીસ મુક્‍ત ગુજરાત અભિયાન” હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

Leave a Comment