April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની કરવામાં આવેલી વરણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04
વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્‍લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની વરણી કરવામાં આવી છે. સદાય સામાજિક ઉત્તરદાયિત્‍વ નિભાવતી આ સામાજિક સંસ્‍થા દ્વારા આવનારા એક વર્ષમાં વૃક્ષારોપણ અને જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં ટોયલેટ બ્‍લોકસ તથા મેગા મેડિકલ કેમ્‍પ સહિતના કાર્યો કરવામાં આવશે તેવી નેમ નવાપ્રમુખે, કેબિનેટ મંત્રીશ્રી. રોટેરીયન કનુભાઈ દેસાઈ, પૂર્વ ઈન્‍ટરનેશનલ રોટરી પ્રમુખ કલ્‍યાણ બેનર્જી, અને રોટરી ઈન્‍ટરનેશનલ ડાયરેક્‍ટર રાજુ શુબ્રમનિયનની ઉપસ્‍થિતિમાં વ્‍યક્‍ત કરી હતી.
વાપીમાં રોફેલ કોલેજના ઓડિટોરિયમમાં રોટરી ક્‍લબ ઓફ વાપીના સભ્‍યો તેમજ ડિસ્‍ટ્રીકટ ગવર્નર શ્રીકાંત ઇંદાની, કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં રવિવારે નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયક અને સેક્રેટરી જોય કોઠારીની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્‍ટ્રીકટ ગવર્નર શ્રીકાંત ઇંદાનીએ જણાવ્‍યું હતું કે રોટરી ક્‍લબમાં દર વર્ષે નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. જે નિયમ મુજબ આજથી એક વર્ષ માટે નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની નિમણૂંક કરવામાં આવી છે. રાજુ શુબ્રમનિયન એ રોટરીની સામાજિક પ્રવૃત્તિ અંગે જણાવ્‍યું હતું કે, અનેક સામાજિક કાર્યો રોટરી દ્વારા કરવામાં આવ્‍યાં છે. હાલમાં કોવિડના સમયમાં પણ હરિયા રોટરી હોસ્‍પિટલ સહિતની હોસ્‍પિટલમાં ઓક્‍સિજન પ્‍લાન્‍ટ તૈયાર કરવા ઉપરાંત અનેક સામાજિક જવાબદારી નિભાવી છે. તથા રોટરી ક્‍લ્‍બ ઓફ વાપીના પરમેનેન્‍ટ પ્રોજેક્‍ટ્‍સ અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. રોટરી ક્‍લ્‍બ ઓફ વાપીના રોટેરીયન એવા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રોટરી ક્‍લબ ઓફ વાપીનો સભ્‍ય છું એવો ગર્વ અનુભવતા જણાવ્‍યું કે,દરેક સેવાકીય પ્રવૃત્તિમાં મારાથી બનતો સાથ સહકાર આપીશ. નવા બનેલા પ્રમુખ હેમાંગ નાયકએ જણાવ્‍યું હતું કે, કલબના નેજા હેઠળ વાપીમાં ઘણા કામ થયા છે. એ ઉપરાંત આગામી દિવસોમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સ્‍વચ્‍છતા ઝુંબેશ તેમજ નોટિફાઈડ સાથે સંકલન સાધી ઘણા વિસ્‍તારોમાં નવા જાહેર શૌચાલયોનું નિર્માણ કરીશું તથા સૌના સાથ અને સહકારથી નવા સંકલ્‍પો અને કાર્યો કરતા રહીશું.
પ્રમુખપદ નિમણૂંક સેરેમની કાર્યક્રમમાં રોટરી કલબના પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ્‍સ, વાપીના જાણીતા ઉદ્યોગપતિઓમાં અમૃતભાઈ શાહ, મિલનભાઈ દેસાઈ, શિરીષભાઈ દેસાઈ, સુરેશભાઈ પટેલ, કમલેશ ભટ્ટ, જી.આઈ.ડી.સી.ના પરમાર સાહેબ, ડીશના વસાવા સાહેબ, તુષાર શાહ, વી.આઈ.એ.ના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી ભાજપ શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટીફાઈડ પ્રમુખ હેમંત પટેલ સહિતના સભ્‍યો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં. પૂર્વ ઈન્‍ટરનેશનલ રોટરી પ્રમુખ કલ્‍યાણ બેનર્જીએ આગામી 50 વર્ષમાં રોટરી અને રોટરી થકી કરવાના કામો અને પ્રોજેક્‍ટ્‍સ વિષે માહિતગાર કર્યા અને નવી ટીમને શુભેચ્‍છા પાઠવી તથા તમામે નવા પ્રમુખ તરીકે નિમણૂંક પામેલા હેમાંગ નાયક, જોય કોઠારી અને એમની આખી ટીમને શુભેચ્‍છા આપી હતી.

Related posts

આજે વાપી ગ્રીન એન્‍વાયરો લી.ની એ.જી.એમ. યોજાશે : લઘુ ઉદ્યોગ ભારતીએ ઉદ્યોગોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી

vartmanpravah

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment