October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ઍફ૨ પૈકી – વાપી વિસ્તારમાં આવેલ ૧૨ ક્લબો દ્વારા કરવામાં આવેલુ વૃક્ષારોપણ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.05: લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 પૈકી વાપી વિસ્‍તારમાં આવેલ રીજીયન-6 અંતર્ગત આવેલ 12 ક્‍લબો દ્વારા ચણોદમાં આવેલ અથર્વ પબ્‍લિક સ્‍કૂલ તથા નિલકંઠ સોસાયટીની આજુબાજુના વિસ્‍તારમાં અલગ અલગ પ્રકારના 600 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ. વાપી એ કેમિકલ ઝોન તરીકે જાણીતો છે જેથી આવા વૃક્ષારોપણથી આ વિસ્‍તારમાં પર્યાવરણથી ખૂબ જ ફાયદો થશે. આ સમયે નિલકંઠ સોસાયટીમાં રહેતા રો-હાઉસના સભ્‍યો તથા અથર્વ પબ્‍લિક સ્‍કૂલ સંયુક્‍ત રીતે આ તમામ રોપાઓની કાળજી તથા ઉછેરની સ્‍વેચ્‍છાએ જવાબદારી સ્‍વીકારી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડેલ છે.
આ તમામ રોપાઓનું આર્થિક યોગદા લાયન્‍સ ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ2ના જીએસટી કો-ઓર્ડિનેટર લા. દેવેન્‍દ્ર મિષાીએ આપેલ અને આ કાર્યક્રમનું આયોજન રીજીયન ચેરમેન લા. પિનાકીન મિષાી તથા તેમના ઝોન ચેરમેન લા. સંજીવ બોરસે (ઝોન-1), લા. જયંતિલાલ શાહ (ઝોન-2) તથા લા. ઉમાબેન પરીખ (ઝોન-3). લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઈન્‍ટીગ્રેટેડ, લાયન્‍સ ક્‍બલ ઓફ વાપી ગ્રેટર, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઉદ્યોગનગર, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઔરા, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઈલાઈટ, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી યુથ, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી તેજશીખા, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપીનાઈસ, લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસા, લાયન્‍સ ક્‍લબ ઓફ સરીગામ ભીલાડ, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી આલ્‍ફા આ તમામ ક્‍લબોના પ્રમુખ, મંત્રી સહિત ક્‍લબના સભ્‍યોએ ઉપસ્‍થિત રહી માનવતા ભર્યા કાર્ય બદલ લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ2ના ગવર્નર લાય. મુકેશભાઈ પટેલ હાજર રહી તમામ સભ્‍યોને આવા માનવતા ભર્યા કાર્ય બદલ બિરદાવવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમની આભારવિધી લાયન્‍સ ક્‍લબના લા. લીનાબેન બોરસેએ કરી હતી.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલ વર્ગ-4ના કર્મચારીઓએ કેટલીક માંગણીઓ સાથે હંગામો મચાવ્‍યો

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

લાયન ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફર રિજીયન-પના ચેરપર્સન તરીકે નિમાતા દમણના ખુશમનભાઈ ઢીમર

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પ્રકોપથી લોકો ત્રાહીમામ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ‘‘કી હોલ ઓપન હાર્ટ સર્જરી” ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરાઈ

vartmanpravah

Leave a Comment