November 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ખાતે નિર્ધારિત વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકને સફળ બનાવવા પ્રદેશના અધિકારીઓએ શરૂ કરેલા શ્રેષ્‍ઠ પ્રયાસો

દાનહ અને દમણ-દીવના લગભગ તમામ વરિષ્‍ઠ અધિકારીઓ દીવ રવાનાઃ વિવિધ કામગીરીઓનું થઈ રહેલું મોનિટરીંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.07
સંઘપ્રદેશ પ્રશાસનના તમામ ઉચ્‍ચ અધિકારીઓએ દીવમાં ડેરાતંબુ તાણી અગામી 11મી જૂનના રોજ નિર્ધારિત વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકને સફળ બનાવવા પોતાના તમામ શ્રેષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે.
દીવ જિલ્લાની સ્‍વચ્‍છતા, ટ્રાફિકનું મોનિટરીંગ, વિવિધ પ્રવાસન સ્‍થળોની માવજત, વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકની સાજ-સજ્‍જા તેમજ વીવીઆઈપી મહાનુભાવોને કોઈ તકલીફ નહીં પડે તેની તકેદારીનું આગોતરૂ આયોજન પણ પ્રશાસન દ્વારા થઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ રાષ્‍ટ્રપતિ, પ્રધાનમંત્રી,ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિતના મહત્‍વના પદાધિકારીઓની દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મુલાકાતો થઈ ચુકી હોવાથી પ્રશાસનિક અધિકારીઓને પણ વ્‍યવસ્‍થા તંત્ર ગોઠવવા મળેલા બહોળા અનુભવનો ઉપયોગ અગામી 11મી જૂને નિર્ધારિત વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં કરશે એવો વિશ્વાસ દૃઢ બનેલો છે.

Related posts

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

દીવમાં જલારામ જયંતીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ બનેલી ‘નમો મેડિકલ કોલેજ એન્‍ડ એજ્‍યુકેશન રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ’ની રોશનીનો ઝગમગાટ

vartmanpravah

Leave a Comment