January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી હાઈવે ઉપર કાર અકસ્‍માતમાં રાષ્‍ટ્રીય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાનું નિધન

હાઈવે ઉપર ખાડામાં કાર પટકાતા પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો : સાથે બેસેલ જિલ્લા અધ્‍યક્ષ આલોક સિંહ ગંભીર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: રાષ્‍ટ્રિય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજાની કાર વાપી હાઈવે ઉપર ખાડામાં પટકાતા પલટી મારી જતા સર્જાયેલ ગંભીર અકસ્‍માતમાં કરુણ મોત નિપજ્‍યું હતું. કારમાં સાથે સવાર વલસાડ જિલ્લા કર્ણી સેના અધ્‍યક્ષ આલોક સિંહ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.
રાષ્‍ટ્રિય રાજપૂત કર્ણી સેના દમણના અધ્‍યક્ષ કનકસિંહ જાડેજા આજે મંગળવારે બપોરે તેમની અલ્‍ટીકા કાર નં.જીજે 15 જેસી 8637માં સવાર થઈ વાપી આવ્‍યા હતા. કારમાં તેમની સાથે વલસાડ જિલ્લા કર્ણી સેનાના અધ્‍યક્ષ આલોક સિંહ પણ હતા. બન્ને જણા હોસ્‍પિટલમાં મિત્રને મળવા જઈ રહ્યા હતા ત્‍યારે હાઈવે ઉપર કાર ખાડામાં પટકાતા કાર પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં કનકસિંહ જાડેજાનું કરુણ મોતનિપજ્‍યું હતું. જ્‍યારે તેમની સાથે સવાર કર્ણી સેના વલસાડ જિલ્લા અધ્‍યક્ષ આલોક સિંહ ગંભીર રીતે ઘવાતા નજીકની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમની સ્‍થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્‍યું છે. અકસ્‍માતને લઈ રાજપૂત કર્ણી સેનાના કાર્યકરો અને હોદ્દેદારોની દોડધામ મચી ગઈ હતી.

Related posts

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

વાપી કુંભારવાડથી નામધા ખડકલા રીંગરોડને જોડતા મુખ્‍ય માર્ગની નવિનીકરણની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment