December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા હાઈવેથી ચણોદ ગેટ સુધીનો રોડ ચિંથરે હાલ : સેંકડો ખાડાઓ વચ્‍ચે વાહનો રોડ શોધી રહ્યા છે

પ્રતિ વર્ષે આ રોડ તૂટી જાય છે તેમ છતાં પી.ડબલ્‍યુ.ડી. હજુ સુધી સારો કહી શકાય તેવો રોડ નથી આપી શકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી શહેર અને જી.આઈ.ડી.સી. વિસ્‍તારને સારા રોડ ક્‍યારેય નસીબ નથી થયા. હાલમાં અતિવૃષ્‍ટિને લઈ શહેરના મોટાભાગના રોડ બેહાલ બની ચૂક્‍યા છે. તેમાં સૌથી કંગાલ હાલત હાઈવે ચાર રસ્‍તાથી ચણોદ ગેટ સુધીના રોડની બની ચૂકી છે. ચન્‍દ્રલોકની સપાટી જેવો રોડ તાદ્‌શ્‍ય થઈ રહ્યો છે. સેલવાસ-દમણને જોડતો આ હાર્ટલાઈન રોડ છે. પ્રતિદિન હજારો વાહનો અવર જવર કરે છે તેથી હાલમાં ચિંથરેહાલ બનેલા રોડ ઉપર વાહનો માંડ માંડ મંથર ગતિથી ચાલી રહ્યા છે. તેથી ટ્રાફિક સમસ્‍યા માથાના દુખાવા સમી 24 કલાક રહે છે.
વાપી હાઈવે ચારથી ચણોદ ગેટ સુધીનો રોડ ભુતકાળમાં ક્‍યારેય આટલો ખરાબ નહોતો થયો તેટલો ખરાબ અત્‍યારે થઈ ચૂક્‍યા છે. આ દોઢ એક કિ.મી.ના રોડ ઉપર 200 ઉપરાંત ખાડાઓ પડી ગયા છે તેથી વાહન ચાલકો ખાડાઓ વચ્‍ચે રોડ શોધી રહ્યા છે. રોડ પસાર કરતા માત્ર પાંચ-સાત મિનિટથાય તેની જગ્‍યાએ કલાકો ને કલાકો ચાર રસ્‍તા થી ચણોદ ગેટ સુધી પહોંચવા લાગી રહ્યા છે. ખાસ ઉલ્લેખનીય છે કે, પ્રતિ વર્ષે આ રોડ બેહાલ ખસ્‍તાહાલ થઈ જાય છે છતાં પણ પી.ડબલ્‍યુ.ડી. સ્‍ટાર્ન્‍ડડ રોડ વાપીની જનતાને નથી આપી શકી તે નગ્ન સત્‍ય છે.

Related posts

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી રૂા.7.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ચીખલીના તાલુકાના થાલા ગામે ગુજરાત ગેસ દ્વારા જરૂરીયાત મુજબની મંજૂરી લઈ ચીખલીમાં સીએફ શાહ સીએનજી પંપને ઓનલાઈન ગેસ આપવા કામગીરી ચાલુ

vartmanpravah

Leave a Comment