Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીસેલવાસ

વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસ બિન્‍દ્રાબિન જવા શિવ જળાભિષેક સાથે ભવ્‍ય કાવડયાત્રા નિકળી

પાલિકા કારોબારી ચેરમેન, વોર્ડ સભ્‍યો અને આયોજકોએ કેસરી ઝંડી બતાવી યાત્રાનો શુભારંભ કરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીના ડુંગરા કોલોની સ્‍થિત સમાજ સેવક અનુગ્રહ સિંધાણીયા દ્વારા આયોજીત કરાયેલ કાવડ યાત્રા ડુંગરા કોલોનીથી જળ ભરીને સેલવાસ બિન્‍દ્રાબિન જવા માટે આજે સોમવારે પ્રસ્‍થાન થઈહતી.
અત્‍યારે દેશ 75 વર્ષમાં આઝાદીનો અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યો છે ત્‍યારે 150 ઉપરાંત કાવડયાત્રીઓ હર હર મહાદેવ સાથે ભારત માતાનો જય જયકાર સાથે પ્રસ્‍થાન કરી રહ્યા હતા. ઉત્તર ભારતીય સમાજ માટે કાવડ યાત્રાનો મહિમા અપરંપાર હોય છે. કાવડ યાત્રાને પાલિકા કારોબારી ચેરમેન, મિતેશ દેસાઈ, વોર્ડ નગર સેવકોએ શુભેચ્‍છા આપી યાત્રાને પ્રસ્‍થાન કરાવી હતી. કાવડ યાત્રીઓ રાત્રી નિવાસ કરીને બીજા દિવસે સવારે બિન્‍દ્રાબીન તળાવમાંથી જળ ભરીને વાપી પરત આવવા રવાના થશે. વચ્‍ચે લવાછામાં બિરાજમાન રામેશ્વર મહાદેવને જળ અર્પણ કરશે. કાવડ યાત્રીઓ માટે કેસરી યુનિફોર્મ, ધજા, પતાકા સહિત મહિલા કાવડ યાત્રીઓ માટે વાહન સહિતની વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તા.14 ઓગસ્‍ટના રોજ કાવડ યાત્રીઓ હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા બાઈક રેલી યોજનાર છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

દમણની સબ જેલમાં રક્ષાબંધન પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment