October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૧૮: વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતા શહેરના મોગરાવાડી રેલવે ગરનાળામાં કચરો, રેતી, માટી વગેરે ભરાતા પાણીના નિકાલ માટે ભારે તકલીફ પડી રહી હતી. જેથી થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા લોકોને અવરજવર માટે લાંબો ચકરાવો ખાવો પડતો હોય છે. જેથી મોગરાવાડીના હજારો લોકોની સમસ્યાનો નિકાલ લાવવા માટે તા. 18 જુલાઈને સોમવારના રોજ મોગરાવાડી ગરનાળુ વલસાડ નગર પાલિકા દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું. પાલિકા સભ્ય ગીરીશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા ગરનાળાની સફાઈ કરવામાં આવી હતી. જેથી સરળતાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે.

Related posts

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલની કરાયેલી વરણી: મહામંત્રી પદે જેસલભાઈ પરમાર અને ટ્રસ્‍ટી તરીકે પ્રમોદભાઈ રાણાની નિયુક્‍તિ

vartmanpravah

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

Leave a Comment